સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના આયોજન અંતર્ગત મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે બેઠક યોજાયેલ જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ તથા ગ્રામ્યસ્તર પરથી સાગર નજીક ગામોના પ્રતિનિધીઓ સ્વયંસેવકો ઉપસ્થિત રહેલ. આ તકે અધિકારી શ્રી બાબાભાઈ પંડ્યા,પ્રવિણભાઈ બારૈયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ સાથે જ શ્રી ધનશ્યામભાઈ પટેલ,ઉદયભાઈ ઠાકર,રેનિશભાઈ ઘેટીયા,સીમા જાગરણ મંચના અધિકારી મહેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેલ શ્રી ધનશ્યામભાઈ પટેલે સ્વચ્છતા વિષયક વિચારો રજુ કરી યોગ્ય એટલો તમામ સહકારની પૂર્તિ કરશે તેમ જણાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વાસુભાઈ જુરાણીએ કરેલ. આ તકે ઉપસ્થિત સૌને ઓનલાઈન એપ ઈકો મિત્રમ ડાઉનલોડ કરાવી જેમાં રજીસ્ર્ટેશન કરવુ તથા ડિઝિટલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી સૌ ની પ્રેરણા હેતુ સોશ્યલગ્રુપમાં શેર કરવુ વગેરે માહિતી પાર્થભાઈ જોષી દ્વારા આપવામાં આવેલ. 17 તારીખે મહુવાના 16 બિચ પર કેવી રીતે કાર્ય કરવુ અને વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકો-સીઆરસી-ગ્રુપ-સંસ્થાઓ-વ્યક્તિગત સેવા આપનાર ને માર્ગદર્શન તથા આ અખિલ ભારતિય સ્તરના મહા અભિયાન વિશે માહિતગાર કરવામાં આવેલ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं