ઊના શહેરમાં વેરો ન ભરપાઈ કરનાર આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મળતી વિગત મુજબ, ઊના નગર પાલિકાના ચીફ ઓફિસર ડાયાભાઈ રાઠોડ,મનીષભાઈ વસોયા,મિલીન્દ ભાઈ ગોહિલ દ્રારા મિલ્કત વેરા બાકી આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને લેણી રકમ 90,036 લીલસા કોમ્પ્લેક્સ લુહાર ચોકમાં આવેલ નીલકંઠ એન્જસી પર સીલ મારી દેવાયું હતું જ્યારે 3 થી 4 મિલ્કત માલિકોએ સ્થળ પર જ ચૂકવણી કરાઈ હતી. જો આગામી દિવસોમાં વેરા ની ભરપાઈ નહીં કરવામાં આવે તો પગલાં ભરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
*ઊનામાં વેરો ન ભરનાર આસામીઓની મિલ્કત સીલ કરવાની કામ ગીરી હાથ ધરવામાં આવી* *નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી, અમુક મિલ્કત ધારકે સ્થળ પર જ ચુકવણું કર્યું*

