જો જો કોઈ ગાડીમાં કે બાઈકમાં રાખતા નહીં, ગુન્હો નોંધાયો...!

- યુવાન વિરુદ્ધ કલોલ પોલીસ મથકે ગુન્હો નોંધાયો

- એક યુવાનને પોતાના બુલેટમાં ધોકો રાખવો ભારે પડી ગયો

  વ્યવસ્થા જળવાઈ રહે અને કાયદાનો ભંગ ન થાય તે માટે એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. કોઈપણ યુવાન પોતાની પાસે દંડા તલવાર બંદૂક ધોકા જેવી વસ્તુઓ સાથે રાખવા પર પાબંઘી છે. ત્યારે ગાંધીનગરના કલોલમાં એક યુવાનને પોતાના બુલેટમાં ધોકો રાખવો ભારે પડી ગયો છે.

 પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેઘરાજભાઈ વિરમભાઈ કલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા ફરતા કલોલ શારદા સર્કલ પાસે આવતા એક રોયલ ઇનફીલ્ડ બુલેટ શંકાસ્પદ હાલતમાં આવતા રોક્યું હતું. બુલેટ ચાલકને નામ પૂછતા રોહિતભાઈ રમેશભાઈ વાલ્મિકી જાણવા મળ્યું હતું. પોલીસે બુલેટની તપાસ કરતા બુલેટની સાઈડના ભાગે એક ધોકો મળી આવ્યો હતો. ધોકા વિશે શખ્સને પૂછતા કોઈ ગુનો કરવાના ઇરાદે પોતાની પાસે રાખેલ હોવાનું જણાવી આવતા કબજે કરી લીધો હતો. વગર પાસ પરમીટે લાકડાનો ધોકો રાખી નિયમોના ભંગ કરતા રોહિતભાઈ રમેશભાઈ વાલ્મિકી વિરુદ્ધ કલોલ પોલીસ મથકે ગુન્હો નોંધાયો