જમ્મુકાશમીરમાં ફરી એકવાર આંતકી પ્રવૃતિઓ સક્રિય બની છે 15મી ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ દ્રારા સરહદો પર હરકતમાં કરવામાં આવી રહી છે જેને ભારતીય સૈન્ય એકશનમોડમાં જોવા મળી રહી છે

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના વોટરહોલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ADGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે લતીફ રાથેર સહિત લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. તેઓ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિક હત્યાઓમાં સામેલ છે. ADGPના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, સુરક્ષા દળોએ પુલવામામાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીંથી મોટી માત્રામાં IED મળી આવ્યા હતા. પોલીસ તેને બંને ઘટનાઓ સાથે જોડવાની તપાસ કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના ADGP વિજય કુમારે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન, પુલવામાના સર્ક્યુલર રોડ પર તહાબ ક્રોસિંગ પાસે લગભગ 25 થી 30 કિલોનો IED મળી આવ્યો હતો, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા, સુરક્ષા દળોના સક્રિયાતાને કારણે ટળી છે

એક દિવસ પહેલા એટલે કે મંગળવારે ATSએ આઝમગઢમાંથી ISISના આતંકીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આતંકવાદી સ્વતંત્રતા દિવસ પહેલા બ્લાસ્ટ કરવાની યોજના ઘડી રહ્યો હતો. સબાઉદ્દીન આઝમી નામનો આ આતંકવાદી ISISમાં ભરતી કરનાર સાથે સીધા સંપર્કમાં હતો. ATSએ તેની પાસેથી IED બનાવવાની સામગ્રી પણ જપ્ત કરી છે. IED એ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ છે. તેને ઘણી રીતે સક્રિય કરી શકાય છે.

ધરપકડ બાદ તેને પૂછપરછ માટે એટીએસ હેડ ઓફિસ લાવવામાં આવ્યો હતો. તેનો મોબાઈલ ડેટા પણ સર્ચ કરવામાં આવ્યો હતો. આમાં, તેના ટેલિગ્રામ ચેનલ AL-SAQR મીડિયા સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. આ જૂથ મુસ્લિમ યુવાનોને જેહાદ માટે બ્રેઈનવોશ કરવા માટે બનાવવામાં આવ્યું છે. સબાઉદ્દીન આઝમી હાલમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સભ્ય હોવાના પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યો છે