ફાગણ માસમાં પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તેહવાર એટલે હોળી હોળીને આમ રંગોનો તહેવાર પણ કેહવામાં આવે છે જેમાં લોકો અગાઉનાં સમયમાં થયેલ એક બીજા પ્રત્યેના મનભેદ અને મતભેદ ભૂલી જઈને એક-બીજાને પ્રેમથી રંગ લગાવીને સ્વીકારી લેતાં હોય છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ હોળીને હુતાસણી નામથી પણ ઓળખવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી હોય છે હોળીનાં દિવસે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણ અને છાણ થી બનાવેલા હોળાયા તથા લાકડા ખડકવામાં આવે છે ત્યારબાદ ત્યાં બધાં ગામનાં લોકો ઢોલ નગારા સાથે જોડાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે હોળી પ્રગટાવ્યા બાદ લોકો અક્ષત અને કંકુ તિલક થી વધાવીને હોળીની પૂજા કરે છે અને તાંબાના લોટમાં પાણી ભરીને પાણી નાખીને હોળીની ફરતે પ્રદક્ષિણા કરે છે જોકે ભારતમાં વિવિધ જગ્યાએ વિવિધ રીતે હોળીને પૂજવામાં આવે છે પરંતુ દરેકની ભાવના એકજ હોય છે હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાસ કરી દેવો અને દૈવી શક્તિ નું આગમન કરવું

હિન્દુ ધર્મને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુંજ પ્રચલિત છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ દાનવોનો રજા હતો અને તેમને ભગાવણ બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે , ઘરની અંદર કે બહાર , ધરતી કે આકાશમાં , અસ્ત્ર કે શસ્ત્ર , માનવ કે પ્રાણી દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહિ આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો તેને સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો હતો તેમને ઈશ્વર ને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા ચાલુ કરાવી અને જો કોઈ એનું કહેલું ન માને તો એને મરાવી દેવો અથવા જેલમાં પૂરી દે એણે એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું 

પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને પ્રહલાદને કેટલાય પ્રલોભન લાલસા આપી ઈશ્વર ની ભક્તિ બંધ કરાવવાનાં પ્રયત્નો કર્યા પરંતુ પુત્ર પ્રહલાદ ડગ્યો નહિ અને તેને ભક્તિ ચાલું રાખી ત્યારે પ્રહલાદને મારવાં માટે પણ તને કેટકેટલાંય ઉપાયો અને યુક્તિઓ અપનાવી છતાંય ઈશ્વરની કૃપાથી તે દરેક હંમેશા નિષ્ફળ રહ્યાં અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકે નહિ પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનાં પ્રાણ બચાવવા પ્રાર્થના કરે છે અંતે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે ઓઢણી હોલિકાનાં મસ્તિષ્ક પરથી ઉડીને પ્રહલાદને વીંટળાઈ જાય છે અને વરદાન પ્રાપ્ત હોવા છતાં હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે અને પ્રહલાદ સાજો બહાર આવે છે. 

આમ હોલિકાનું દહન થયું એ એ ઘટનાને (યાદ સ્મૃતિને )હોળી ઉત્સવ નું કારણ બની ત્યારબાદ ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુ ની કથા આવે છે જેમાં ભાગાવન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધરીને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા પછી પોતાનાં ખોળામાં પાડીને પોતાનાં નખ દ્વારા ચીરી નાખીને હિરણ્યકશિપુનો વધ કર્યો આ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આવે છે  

હોળીનાં તેહવારનો સબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વસંત માં એક બીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યાર બાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એજ કારણ છે કે મથુરામાં ફૂલો થી પણ હોળી રમવામાં આવે છે. 

હોળી બ્રહ્માંડમાં પ્રકાશનો તેહવાર છે આ તહેવાર દરમિયાન પ્રમાણમાં અલગ અલગ કિરણો પ્રવેશે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આ ભવો પ્રકાશિત કરે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી કેહવામા આવે છે  

*જાણો હોળાષ્ટક શું છે અને કેમ અશુભ માનવામાં આવે છે.*

હોળાષ્ટક આઠ દિવસ નો તેહવાર છે અષ્ટમી તિથીતી શરૂ થાય છે તેથી તેને હોળાષ્ટક પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોલિકા દહન સુધીના સમય ગાળાને હોળાષ્ટક કેહવમાં આવે છે હોળી આવવાની પૂર્વ માહિતી હોળાષ્ટકથી શરૂ થાય છે એટલેકે હોળીનાં આઠ દિવસ પેહલા હોળાષ્ટક ઉજવામાં આવે છે આ સમય ગાળો વિશેષ મહત્વ ધરાવે છે આવામાં હોળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ધ્યાન રાખો કે હોળાષ્ટક ને જ્યોતિષની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે.

દંતકથા અનુસાર ફાલ્ગુન મહિનાની અષ્ટમી તિથિએ ભગવાન શિવ એ કામદેવને તેમની તપસ્યામાં ખલેલ પોહચવડવાના દોષમાં બાળીને રાખ કરી દીધા હતાં જેને કારણે લોકોમાં શોખનું મોજુ પ્રસરી ગયું હતું પરંતુ કામદેવની પત્ની રતિએ કામદેવને જીવિત કરવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી ભગવાન શિવે તેમને પુનર્જીવિત કરવાની ખાત્રી આપી ત્યાર બાદ લોકો ખુશ થઈ ગયાં.

હોળાષ્ટક વિશે એવી દંતકથા છે કે રજા હિરણ્યકશિપુ તેમના પુત્ર પ્રહલાદ ને ભગવાન વિષ્ણુ ની ભક્તિમાંથી દૂર કરવા માંગતા હતા આ માટે તેમણે પ્રહલાદને આઠ દિવસ સુધી ત્રાસ આપ્યો પછી આઠમા દિવસે પ્રહલાદની બહેન જેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું ના ખોળામાં બેસાડી દહન કરવામાં આવ્યું પણ તેમ છતાં પ્રહલાદ બચી ગયો તેથી આવી પરિસ્થિતિમાં આ આઠ દિવસોને અશુભ માનવામાં આવે છે ને કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. 

*હોળાષ્ટક પ્રારંભ અને સમાપ્તિ તિથિ.*

આ વર્ષે હોળી 7 માર્ચ અને ધુળેટી 8 માર્ચે ઉજ્વામાં આવશે હોળાષ્ટક 27 ફ્રેબુઆરી એ શરૂ થઈ હોલિકા દહન સુધી એટલે કે 7 માર્ચે એ સમાપ્ત થશે.

વિશાલ નાઈ

અમીરગઢ