વાલોડ તાલુકાના બુહારી ગામે શેડના કામનું લોકાર્પણ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

              વાલોડ તાલુકા બુહારી ગામે લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખી મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાને રજુઆત કરાતા ધારાસભ્ય દ્વારા શેડના કામને મંજુર કરાવી શેડનું કામ પૂર્ણ કરાવ્યુ હતું.જેનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવતા લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી તૃપ્તિબેન,તાલુકા પંચાયત સભ્યો, માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ સત્યજિત દેસાઈ,સહકારી આગેવાન ઉદયભાઈ દેસાઈ,યુવા મોરચાના પ્રદેશ મંત્રી સૂરજભાઈ દેસાઈ તેમજ અન્ય વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.