ડીસા તાલુકા ના ટેટોડા-રામપુરા નજીક એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે રાજસ્થાન થી વિદેશી દારૂ ભરીને આવી રહેલ સીએનજી રિક્ષાને ઝડપી પાડી..
( બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )
રિક્ષામાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી..
આથી પોલીસે દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 1.48 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો હતો..
LCB ના પી.એસ.આઇ. પી.એલ.આહીર તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, નરેશભાઈ, મિલનદાસ અને કોન્સ્ટેબલ કાનસિંહ રવિવારે પેટ્રોલિંગમાં હતાં..
જે દરમિયાન રાજસ્થાન ના સાંચોર તરફથી આવી રહેલ જીજે-01-ટીએફ-0143 નંબર ની સી.એન.જી. રિક્ષાના ગુપ્તખાના માં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળી હતી..
આથી એલ.સી.બી. એ ટેટોડા-રામપુરા નજીક વોચ ગોઠવી પસાર થતી રિક્ષા રોકી તેમાં તપાસ કરતાં રૂ.47,915 ની 135 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ તેમજ એક લાખની રિક્ષા મળી કુલ રૂપિયા 1,48,415 ના મુદ્દામાલ સાથે ગૌતમ રણછારામ વાદી (રહે.કારોલા, તા.સાચોર, જી.જાલોર) ને ઝડપી તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે..
અને રાજસ્થાન થી દારૂ ભરાવનાર અને અમદાવાદ દારૂ મંગાવનાર સામે તપાસ હાથ ધરવામાં આવી છે..