ખેડા જિલ્લામાં ૬ વિધાનસભા બેઠક માટે કુલ ૬૦ ટેબલ પર થશે મતગણતરી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે બીજા તબક્કામાં ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પર સફળતાપૂર્વક ૬૮.૨૯% મતદાન પૂર્ણ થયું છે અને શ્રી આઈ.વી. પટેલ, કોમર્સ કોલેજ ઓફ નડિયાદ ખાતે તારીખ ૦૮-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યા થી મતગણતરી શરૂ થનાર છે. એક વિધાનસભા બેઠક દીઠ કુલ ૧૦ ટેબલ પર એમ ૬ વિધાનસભા બેઠક દીઠ કુલ ૬૦ ટેબલ પર મતગણતરી થશે.

જિલ્લાની ૬ બેઠકો માટે કુલ ૧૭૮ રાઉન્ડમાં મત ગણતરી થશે મતગણતરી અંતર્ગત અંદાજિત ૨૦૦૦ થી વધુ સ્ટાફ કાર્યરત રહેશે. મત ગણતરીના પરિણામ બતાવવા માટે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને બોર્ડ ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ૮૦ કરતાં વધુ સીસીટીવી કેમેરાની નજર હેઠળ થશે.

 ૧૧૫-માતર વિધાનસભા બેઠક માટે મથક નં-૨૮૭ પર ૨૯ રાઉન્ડમાં; ૧૧૬-નડિયાદ વિધાનસભા બેઠક માટે મથક નં-૨૫૩ પર ૨૬ રાઉન્ડમાં; ૧૧૭-મહેમદાવાદ વિધાનસભા માટે મથક નં-૨૯૧ પર ૩૦ રાઉન્ડમાં; ૧૧૮-મહુધા વિધાનસભા બેઠક માટે મથક નં-૨૭૩ પર ૨૮ રાઉન્ડમાં; ૧૧૯-ઠાસરા વિધાનસભા બેઠક માટે મથક નં-૩૦૭ પર મથક નં-૩૦૭ પર ૩૧ રાઉન્ડમાં અને ૧૨૦ કપડવંજ વિધાનસભા બેઠક માટે મથક નં-૩૩૩ પર ૩૪ રાઉન્ડમાં મત ગણતરી થશે.

ઉલ્લેખનીય છે કે ૧૧૫-માતર વિધાનસભા બેઠક પર કુલ ૬૯.૮૪%; ૧૧૬ નડિયાદ વિધાનસભા બેઠક પર ૫૯.૦૧ %; ૧૧૭ મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ૭૨.૪૧%; ૧૧૮ મહુધા વિધાનસભા બેઠક પર ૬૯.૧૦%; ૧૧૯ ઠાસરા વિધાનસભા બેઠક પર ૭૧.૨૮ % અને ૧૨૦ કપડવંજ વિધાનસભા બેઠક પર ૬૮.૫૯ % સહિત ખેડા જિલ્લામાં કુલ ૬૮.૨૯% મતદાન થયું છે

રિપોર્ટ ઇરફાન મલેક ખેડા