આણંદ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલનથી ઉમરેઠ તાલુકામાં કર્યારત ફરતું પશુ દવાખાનું પણસોરા જે તેમના રોજિંદા રૂટ પ્રમાણે ગામમાં હતા તારીખ 25-2-23 ના રોજ બપોરના સમયે લગભગ 2:30 વાગ્યાંની આસપાસમાં પણસોરા ગામ નોજ એક પશુ પાલક ર્ડો સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી ઓનડ્યૂટી સ્ટાફને રૂબરૂ મુલાકાત કરીને પોતાની HF ગાયની માટી ખસી ગઈ હતી જેની જાણ કરી.

અને *ર્ડો સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી* બંને માલિકના ઘરે ગયા અને ત્યાં તેની *માટી ખસી* લગભગ 2 કલાકની ભારે જેહમત બાદ અને ર્ડો સત્યપાલની સૂઝ બુઝના કારણે HF ગાયની માટીને બરાબર બેસાડીને પ્રોપર સારવાર કરીને તેનો જીવ બચાવ્યો હતો આમ ફરતું પશુ દવાખાનું પણસોરા તાલુકો અને આણંદ જિલ્લાના પશુ પાલક માટે આશીર્વાદ સાબિત નીવડ્યું હતું.

અંતે પશુ પાલક ફરતા પશુ દવાખાના ર્ડો સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી અને તેમની ટિમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. 

આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે 07 ફરતા પશુ દવાખાના (MVD) કર્યરાત કરવામાં આવી હતી.

આ સેવાનું ભગીરથી કર્યા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલન થકી અઢી વર્ષ અગાઉ થયું હતું, પરંતુ આ નાના સમયગાળામાં આ સેવા પશુ માલિકોના મુખે આવી ગઈ છે. આ અઢી વર્ષથી પણ વધુ સમય દરમિયાન-કુલ મળીને 71963 પશુની સારવાર કરવામાં આવી હતી જેમાં 10 ગામના સિડ્યૂલ દરમિયાન 63151 ઈમેરજેનસીમાં-8812

અને જેમાં (1) મેડિકલ કેસ-26166 (2) મેડિસિન સપ્લાય-26214 (3) સરજીકલ-14031 (4) પ્રસુતિ ના કેસ-5228 (5) બીજા અન્ય કેસ-324

આપણા આણંદ જિલ્લામાં કુલ મળીને 07 ફરતા પશુ દવાખાના છે જેની જિલ્લા વાર ફળવાની નીચે મુજબ છે.

(1) *આણંદ તાલુકા* -મોગર, નાપાડ (તળપદ)

(2) *આંકલાવ તાલુકા* -બામણગામ 

(3) *ઉમરેઠ તાલુકા* -પણસોરા 

(4) *ખંભાત* -રાલજ, જીણજ

(5) *પેટલાદ* -પાલજ

આમ આ સેવા ખરેખર સાચા અર્થ માં સમગ્ર આણંદ જ નહિ પણ આખા ગુજરાત ના પશુધન અને પશુધન ના માલિકો માટે વરદાન રૂપ સાબિત થઇ છે.