થરાદ સીટની અંદર ધમધમ તી દારૂની હાટડીઓ ક્યારે બંધ કરવામાં આવશે ! થરાદ સીટી ની અંદર બુટલેગરો ને પોલીસનો કોઈ ભય નથી કે શું..
થરાદ શહેરમા દારુનો દિવસે ને દિવસે વેચનારાઓમા વધારો નોધાઈ રહ્યો છે ત્યારે દારૂ વેચનાર ઉપર પોલીસ દ્વારા કાયૅવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે જોકે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી ટાઉનમા દારૂ નો વેપલો થોડા સમય થી વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈસ્પેકટર દ્વારા અવાર નવાર મોટી માત્રામાં દારૂ નો જથ્થો ઝડપી લેવામાં આવે છે ત્યારે થરાદ સીટી ના જવાબદાર અધિકારી ને શા માટે કાયૅવાહી કરવામાં અડચણ છે એવી લોક મુખે ચચાૅ એ જોર પકડ્યું છે જોકે થરાદ સીટી ટાઉન ના અધિકારી દ્રારા દારૂ વેચતા તત્વો સામે કાયૅવાહી કરવામાં નહિ આવે તો આવનાર સમય મા થરાદ મીની સાચોર બને તો નવાઇ નહિ. થરાદ પોલીસ ઈસ્પેકટર દ્વારા અનેક આવા કુખ્યાત બુટલેગરને ઝડપી લેવામાં સફળતા મળી છે તો થરાદ સીટી ટાઉનમા આવા તત્વો ને તેમની રાહબરી હેઠળ જોડાયેલા થરાદ સીટી ના અધિકારી એ કાયૅવાહી કરવામાં ક્યાં ગ્રહ નડે છે તેવું લોક મુખે માં ચચાૅઈ રહ્યું છે