થરાદ ની સરકારી અનુજાતિ કન્યા છાત્રાલય ની છાત્રાઓ છાત્રાલય ના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા માટે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું

 અનુજાતિ કન્યા છાત્રાલય માં છાત્રાઓ પ્રત્યે છાત્રાલય નો સ્ટાફ મનસ્વી પણું વલણ ધરાવીને કરેછે માનસિક પરેશાન..

થરાદ માં સરકાર દ્વારા કરોડના ખર્ચે સરકારી અનુજાતિ છાત્રાલય બનાવવામાં આવેલ છે આ છાત્રાલય માં સિત્તેર જેવી કન્યાઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે પરંતુ ઘણા સમયથી આ છાત્રાલય નો સ્ટાફ વહીવટ કથળેલી સ્થિતિએ જોવા મળેલ છે કન્યા છાત્રાલય માં કેમેરા છે પણ બંધ હાલતમાં છે ખાલી શોભાના ગાંઠિયા સમાન હોસ્ટેલ માં ભોજન માટે મેનુ નું બોર્ડ બનાવેલ છે પણ ભોજન મેનુ પ્રમાણે હોતું નથી .જો કોઈ કન્યા ભોજન વિશે અવાજ ઉઠાવે તો ગૃહમાતા દ્વારા તને દબાવી દેવામાં આવે છે અને તેની પાસે નોટિસ લખાવવામા આવે છે.હોસટલ માં લાયબ્રેરી છે પણ કન્યાઓ એના વિશે પુરતું માર્ગદર્શન પણ આપવામાં આવતું નથી આવા તમામ પ્રકારની સમસ્યાઓનો લ ઈને આજ રોજ થરાદ નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર કન્યાઓ દ્વારા આપવામાં આપ્યું હતું કન્યાઓ દ્વારા જાણવા મળ્યું હતું જો અમારી સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું હવે જોવાનું એ રહ્યું છે સમસ્યાઓનો ઉકેલ આવેછે કે પછીસમસ્યાઓનો તેની તેજ રહશે એતો આવનારો સમય બતાવશે......