જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેશોદ તાલુકા માં આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે આ સંમેલન તાલુકા હેલ્થઓફિસર ડો.જયેશ સાહેબ ના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભર માંથી આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ કાર્યક્રમ ની શરૂવાત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી જેમાં આશાવર્કર બહેનો દ્વારા આવેલા મહેમાનો અને બહેનો ના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ સંમેલન નો મુખ્ય હેતુ એ રહીયો હતો કે જે આશાવર્કર બહેનો ઘરે ઘરે જઈ અને પોતાની કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે ત્યારે તેઓને મોટિવેશન મળે અને તેમના આ કાર્ય ની નોંધ લેવાય તે માટે તેઓ ને આ સંમેલન માં પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં દર વર્ષે તમામ આશાવર્કર બહેનો પોતાના વિસ્તાર માં ખૂબ સારી રીતે કામગીરી કરે છે પરંતુ તેઓ ની કામગીરી વધુ સારી બને તે માટે સંમેલન માં 1.2.અને ત્રણ નમ્બર આપવામાં આવ્યા હતા ત્યારે આવેલા અધિકારીઓ દ્વારા આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા