- ગુન્હાની વિગત -
ગઇ તા.૨૦/૧૦/૨૦૨૨ નાં રોજ અજાણ્યા ત્રણ ઇસમો સાધુનો વેશ તથા સાધારણ વેશ ધારણ કરી, ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયા, ઉ.વ.૪૨, રહે.કાચરડી, તા.લાઠી, જિ.અમરેલી વાળાને ત્યા આવી.
જ્ઞાન અને ચમત્કારની વાતો કરી, ધીરૂભાઇ પાસે દક્ષિણા માંગતા પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા, સાધુના વેશમાં આવેલ ઇસમોએ આ ધીરૂભાઇના ખીસ્સામાંથી રૂ.૫૦૦/- ની નોટો કાઢી, ચમત્કાર બતાવેલ, બાદ આ ઇસમોએ ધીરૂભાઇનો મોબાઇલ નંબર લઇ જતા રહેલ હતા.
થોડા દિવસ પછી ધીરૂભાઇને ફોન કરી કર્જમાંથી કાઢી સુખી કરી આપવાની લાલચ આપી, રાજકોટ નજીક બોલાવેલ.
ધીરૂભાઇ ત્યા જતા એક અવાવરૂ સ્થળે લઇ જઇ, સાધુના વેશમાં હાજર ઇસમોએ ધીરૂભાઇની સામે એક ખાલી પેટી બતાવેલ, અને હાથ ઉંચો કરી જમીન પર પાથરેલ ચાદરમાં રૂપિયા ૫૦૦, ૧૦૦ ની નોટોનો ઢગલો કરેલ.
આ દરમ્યાન સાધુના વેશમાં હાજર ઇસમ પૈકી એક ઇસમ પડી ગયેલ અને મોઢામાંથી લોહી કાઢેલ, અને કહેલ કે આ પેટીને ૨૧ તોલાનો સોનાનો ધુપ આપવાનું કહી, ધીરૂભાઇએ પહેરેલ સોનાની રૂદ્રાક્ષની માળા કિ.રૂ.૮૫૦૦૦/- તથા સોનાનો ચેઇન કિ.રૂ.૫૦,૦૦૦/- નો પડાવી લીધેલ. અને પેટીને તાલુ મારી ચાવી સાધુના વેશમાં આવેલ ઇસમોએ લઈ, અને ધીરૂભાઈને કહેલ કે વીધી કરીશુ ત્યારે પેટીમાં મારેલ તાળુ તુટી જશે અને તેમાંથી ૧૦ કરોડ રૂપિયા નિકળશે તેમ વિશ્વાસમાં લઇ, આ પેટી ધીરૂભાઇને તેની સાથે લઇ જવા કહેલ.
બાદ સાધુના વેશમાં આવેલ ઇસમોએ ધીરૂભાઇને ફોન કરી, આપેલ પેટી અઘોરી બાવાની છે. જંગલી બાવાનો ધુપ આપવો પડેશે, એક તોલા ધુપના રૂ.૫૧,૦૦૦/- આપવાનું કહી, ધીરૂભાઇ પાસેથી ૨૧ તોલા ઘુપના અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ જગ્યાએ બોલાવી, કુલ રૂ.૨૧,૪૨,૦૦૦/- પડાવી લઇ,
બાદ સાધુના વેશમાં આવેલ ઇસમોને ધીરૂભાઈ અવાર નવાર ફોન કરતા આ ઇસમો કહેતા હોય કે જે સાધુને મોઢામાંથી લોહી નિકળેલ તે મરણ ગયેલ છે.તેનો ભંડોરો કરવો પડેશે, ૪૦ દિવસના મૌનવ્રત રાખવા પડશે, બાદ બગોદરા પાસે અકસ્માત થયેલ છે અને સાધુઓને માથામાં ઇજાઓ થયેલ છે તેવા બહાના બતાવી તમામ ફોન સ્વીચ ઓફ કરી દેતા, આ ધીરૂભાઇને આ સાધુના વેશમાં આવેલ ઇસમો ઉપર શંકા ગયેલ, આ પોતાને આપેલ પેટીમાં ખોલી જોતા તેમાં કાંઇ નિકેળેલ ન હોય, અને પોતાની સાથે વિશ્વાસઘાત તથા ઠગાઇ થયેલ હોવાનું જાણતા, જે અંગે ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયાએ સાધુના વેશમાં આવેલ અજાણ્યા ત્રણ ઈસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા દામનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૩ ૦૦૩૫/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી, આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં.
અને અમરેલી, બાબરા રોડ, ઠેબી ડેમના પાળા પાસેથી આરોપીઓને પકડી પાડી, તેમની પાસેથી ફરિયાદીના રોકડ રકમ તથા સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી, દામનગર પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા, ઉ.વ.૨૯,રહે.ભોજપરા,તા.વાંકાનેર, જિ.મોરબી,
(૨) જાનનાથ ઉર્ફે જીયાનાથ ભુરાનાથ પરમાર, ઉં.વ.૩૮, રહે.ભોજપરા, તા.વાંકાનેર, જિ.મોરબી.
(૩) તુફાનનાથ પોપટનાથ પરમાર, ઉ.વ.૪૦, રહે.ભોજપરા, તા.વાંકાનેર, જિ.મોરબી,
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૨૧,૨૪,૬૦૦/- તથા એક રૂદ્રાક્ષની સોનાની માળા વજન ૧૧.૮ ગ્રામ કિ.રૂ.૨,૦૦૦/- તથા એક સોનાનો ચેઇન વજન ૮.૪ ગ્રામ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૧૮,૬૦૦/- નો મુદ્દામાલ
જાહેર જનતાને પણ આવા લેભાગુ તત્વોથી ચેતીને રહેવા અને અંધશ્રધ્ધા ભરી લોભામણી વાતોમાં તથા લાલચમાં નહીં આવવા તથા પોતાની રોકડ રકમ કે અન્ય કોઇ કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, યુવરાજસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, નિકુલસિંહ રાઠોડ, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.