વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ શાળાઓને પુરસ્કાર આપવામાં આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૩૮ શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ શાળાઓ દવારા વિવિધ કેટેગરીમાં જેમકે પીવાનુ પાણી,ટોઈલેટ,સાબુથી હાથ ધોવા, બિહેવીયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, કોરોના કાળ દરમિયાન શાળાની તૈયારીઓ જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગ્રામ્ય તેમજ શહેરી શાળાઓને ૧૫ હજાર, ૧૨ હજાર, ૧૦ હજાર, ૭ હજાર જેટલી રકમોનું પુરસ્કાર રાશી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય અને સમગ્ર શિક્ષા દેવભૂમિ દ્વારકા દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ માટે રાજ્ય કક્ષાએથી પસંદ થયેલ કુલ ૩૮ શાળાને પ્રમાણપત્ર અને કુલ ૧૦ શાળા ને કેટેગરી વાઈઝ રોકડ પુરસ્કાર જિલ્લા કલેકટરશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. કલેકટરશ્રી દ્વારા તમામ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કુલ ૩૮ શાળાને સન્માનિત કરવામાં આવી જેમાં ઓવરોલ કેટેગરી માં કુલ ૦૪ શાળાને પ્રમનાપત્ર અને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા, સબ કેટેગરી માં કુલ ૬ શાળાને પ્રમાણપત્ર અને ચેકઆપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે બાકી ૨૮ શાળાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઓવરોલ કેટેગરી માં પ્રથમ નંબર પર દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળા, અને ભાણવડ તાલુકાની ભાણવડ કન્યા શાળાની પસંદગી થઈ હતી જેને રૂ. ૧૫૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. બીજા ક્રમ પર ખંભાળીયા તાલુકાની ભંડારીયા પ્રાથમિક શાળાને રૂ. ૧૨૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર અને ત્રીજા ક્રમ પર ખંભાળીયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાને રૂ. ૧૦૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી. જ્યારે સબ કેટેગરીમાં કુલ ૬ શાળા ની પસંદ થઈ જેમને ૭૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી. જેમાં ગ્રામ્ય વિસ્તારની કુલ ૫ શાળા અને શહેરી વિસ્તાર ની ૧ શાળાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકરીશ્રી ડી.જે .જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન સંજયભાઈ નકુમ, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના દેવભૂમિ દ્વારકાના નોડલ ઓફિસર હાજાભાઇ , એસ.એસ. એ સ્ટાફ, બી આર સી કો ઓરડીનેટરશ્રી ખંભાળીયા અને ભાણવડ તથા પુરસ્કાર માટે પસંદગી થયેલ તમામ શાળાના આચાર્યશ્રીની હાજરીમાં યોજાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.