દાહોદ શહેરમા થયેલ ત્રણ મોબાઇલ ચોરીનાના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડી ૧૦૦% મુદામાલ રીકવર કરતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ (રાજ કાપડિયા -  9879106469. સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લાના મિલ્કત સંબઘી વણ શોઘાયેલા ગુન્હાઓ શોઘી કાઢવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ દાહોદ શહેરમા ગોધરા રોડ પર આવેલ એક હાર્ડવેરની દુકાનમાથી એક સાથે થયેલ ત્રણ મોબાઇલની ચોરી થયેલ જે બનાવ અન્વયે અન્વયે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. ડી. કંસારા સાહેબ તથા દાહોદ ટાઉન એ ડિવિઝનના પી.આઇ સાહેબ શ્રી કે.એન. લાઠીયા સાહેબએ સમય સુચકતા દાખવી સર્વેલન્સ સટાફ ને જરૂરી સુચના તેમજ માર્ગધશન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાએ જઇ ખાનગી તેમજ દાહોદ દાહોદ શહેરમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત લાગેલ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે જઇ કેમેરા ફુટેજ ચેક કરી માહિતી મેળવી અલગ-અલગ બાતમીદારને મોકલી આપેલ જે અન્વયે ગોપાલભાઈ ડાહ્યાભાઈ તથા રમેશભાઇ મગનભાઇ તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ના શૈલેષભાઇ મોહનભાઇ તથા સંજયભાઇ ધીરૂભાઇ પોલીસ માણસોની સંયુકત ટીમ વોચ તપાસમા હતી તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્રારા હકિકત મળેલ કે સદર આરોપી ખાનગી બસમા દાહોદ થી ગોધરા હાઇવે તરફ જઇ રહેલ હોય જે સદર બાતમી હકિકત મળતા સતી તોરલ હોટલની આગળ ચાર રસ્તા પાસે વોચ તપાસમા રહેતા સદર ખાનગી બસ દાહોદ તરફથી સતી તોરલ હોટલ તરફ ચાર રસ્તા પાસે આવતા સદર બસને ઉભી રાખી આરોપી યાસીન ઉર્ફે મોટો ઝુડવા યાકુબ જાતે.- મીઠાભાઇ ઉ.વ.-૪૦ રહે.-હયાતની વાડી, ઝાકીર હુસેન સ્કુલની પાછળ ગોધરા કસ્તાન રોડ ગોધરા શહેર જી. ગોધરા ને પકડી પાડી અંગ-ઝડતી કરતા તેઓના પાસેથી કુલ મોબાઇલ નં-૦૩ મુદામાલ પકડી પાડી દાહોદ ટાઉન “એ” ડિવીઝન પો.સ્ટેના પાર્ટ એ ગુ.ર.નં ૧૧૮૨૧૦૧૧૨૩૦૦૧૦૪/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેરના મોબાઇલ ચોરીના આરોપીને ૨૪ કલાકમા પકડી પાડી ગુન્હામા ગયેલ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી વણશોધાયેલ મોબાઇલ ચોરીના ગુન્હાને શોઘી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રશંસનીય કામગીરી કરેલ છે તથા કાયદેસરની કાર્યવાહી કરેલ છે