ઠાસરા તાલુકાના પીપલવાડામાં સ્થાનિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કર્યું  

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પીપલવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી બસને અનિયમિતતાને લઈને સ્થાનિકો તથા બાળકોને યોગ્ય સમયે યોગ્ય જગ્યા એ મુસાફરી કરી જવામાં જેવી કે સ્કૂલ કોલેજ હોસ્પિટલ વગેરે સ્થળે જવા માટે છેલ્લા ઘણા સમયથી સમયસર બસ ના આવતા આખરે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ પીપલવાડા માં બસ રોકીને આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં હિંમત નગર લાટ થી ડાકોર નો રૂટ પર બસ આ નિયમિત આવતા સતત ત્રણ દિવસથી બસ આવી જ ન હતી જેથી ગ્રામજનોએ આજરોજ બસ રોકીને આંદોલન કર્યું હતું. ત્યારબાદ ડાકોર એસટી બસ ડેપો એ પોતાની રજૂઆતો લઈને સમયસર આ સમસ્યાનું યોગ્ય નિકાલ આવે તે માટે પહોંચ્યા હતા