ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરા નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. જે.એન.પરમાર નાઓની ચોકકસ બાતમી આધારે
રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા પો.સ્ટે.ના ગુ.ર.નં.૦૧૦૬૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ-૧૮ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ચાર માસથી નાસતા ફરતાં આરોપીને
ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી તથા ભોગબનનારનુ લોકેશન મુંબઇ (નાલાસોપારા) હોવાની ચોક્કસ બાતમી મળેલ, જે આધારે પો.સબ.ઇન્સ. એ.એમ.રાધનપરા તથા સહ સ્ટાફની ટીમ મુંબઇ (નાલાસોપારા) ખાતે મોકલી આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
સંજય ઉર્ફે ચંદુ મોહનભાઇ મારૂ ઉ.વ.૨૨, ધંધો.મજુરી રહે.મોરંગી તા.રાજુલા જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ. એ.એમ.રાધનપરા તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ધાંધળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા તથા વુ.પો.કોન્સ. ધીરજબા કિરીટસિંહ ભાટી દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.