મહુવા ડીહાઈડ્રેશનમાં મજુરી કરતી યુવતીએ નોંધાવેલી ફરિયાદ
લગ્નની લાલચમાં કુવારી યુવતિને બે
માસનો ગર્ભ રહી જતા તરછોડી દિધી
પ્રેમ સંબધમાં શરીર સુખ માણીને લગ્નની ના પાડીને દગો દીધો
મહુવામાં ડુંગળીના કારખાનામાં મજુરી કામ કરતી યુવતિને
લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સુખ માણતા બે
મહિનાનો ગર્ભ રહી ગયો હતો. બાદમાં તેને તરછોડી દેવાતા
યુવક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
મહુવામાં બંદર રોડ પર રહેતી યુતિ જુદા જુદા
ડીહાઈડ્રેશનમાં મજુરી કામે જતી હતી, તેમાં નેસવડ ચોકડીએ
આવેલ ફાઈન ફૂડઝ કારખાનામાં મજુરી કામે આવતો દુધરી
ગામના મહેશ નારણભાઈ શિયાળ સાથે યુવતિને પ્રેમ સંબંધ
બંધાયો હતો. જેથી મહેશ યુતિને લગ્નની લાલચ આપી હતી
અને જુદા જુદા સ્થળે ફરવા લઈ જઈને શરીર સુખ માણતો
હતો. દરમિયાનમાં યુવતિને બે મહિનાનો ગર્ભ રહી ગયો હતો,
ત્યા બાદ પણ યુવક તેના ઘરે યુતિને લઈ જઈને શરીર સુખ
માણ્યું હતું, બાદમાં ઘરે મૂકી જઈને લગ્ન નહીં કરવાનું કહેતા
યુવિનના પગતળેથી ધરતી ખસી ગઈ હતી. આ મામલે
યુવતિએ તેના માતા પિતાને કહીને મહુવા પોલીસ મથકમાં
યુવક મહેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ
નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.