બલોધણ વજાપુર જુનાના વિપ્ર પરિવાર દ્વારા પરિવારના મોભી રાધામા નું જીવતાં જગતિયું કરવામાં આવ્યું
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ સગાસંતાનો પોતાના માત પિતાને ઘરડા ઘર માં મુકી આવતા હોય છે ત્યારે ભાભર તાલુકાના બલોધણ અને વજાપુર જુના રહેતા રાજસ્થાની શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પરિવાર દ્વારા પોતાના મોટા બાપા સ્વ.ગિરીજાશંકરજી નાં ધર્મ પત્ની રાધા બહેન( ઉમર વર્ષ-98) નું જીવતા જગતિયું કરી સમાજને અનેરો રાહ ચીંધ્યો હતો આ પ્રસંગે ભગવાન ધરણીધર ના ધામ ઢીમા ખાતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તથા રાજસ્થાન ના સાંચોર વિસ્તારમાં રહેતા રાજસ્થાની શ્રીમાળી બ્રાહ્મણ સમાજના 1100 ( અગીયારસો) જેટલા બ્રાહ્મણોને ચાર મીઠાઈ દૂધપાક સાથે નું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતુ આ સાથે તમામને ભોજન દક્ષિણા તથા જલપાત્ર (પાણી ની બોટલ ) ભેટ આપવામાં આવી હતી પોતાના પરિવાર ની તમામ સુવા સિનીઓ (દિકરીઓ) ને સ્ટીલ ડબ્બા તથા સાડીની ભેટ આપવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શય્યાદાન ગૌદાન જલપાત્ર દાન દિપક દાન, સુવર્ણદાન રજતદાન તથા વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાશિવરાત્રીએ ઢીમા માં કૈલાશ ટેકરી ખાતે આવેલ પ્રાચીન શિવાલય માં વિદ્વાન પંડિતો દ્વારા રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો, સવારે વિષ્ણુ પૂજન વિષ્ણુ સહસ્ત્રનામ ના સામૂહિક પાઠ તથા કુળદેવી તથા મહાલક્ષ્મીજી મહા આરતી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન બલોધણ ગામના સ્વ.ભગીરથભાઈ દવે પરિવારના નીતિન ભાઈ દવે અને શંકરભાઈ દુર્ગાશંકરજી તથા વજાપુરના સ્વ. કસ્તુરચંદજી દવે પરિવારના ગણપતભાઈ કસ્તુરચંદજી તથા દેવદત્ત ભાઈ તથા જગદીશભાઈ તથા નારણભાઈ તથા વિષ્ણુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજસ્થાની મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ સમાજના દવે યુવા પ્રમુખ સતિષભાઈ દવે પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે દાંતીયા અશોકભાઈ દવે( થરાદ) મોન્ટુ ભાઈ કથાકાર (થરાદ) કથાકાર શ્રી લાભેશભાઈ દવે (ચેમ્બુવા) તથા સમાજ ના અન્ય અગ્રણીઓ દ્વારા માતૃશ્રી રાધા તથા પુષ્પાબેન કસ્તુચંદજી દવે સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું નિ: સંતાન એવા રાધા મા ના જીવન પર્વ નો આ પ્રસંગ ઉલ્લાસ આનંદ અને વૈદિક મંત્રોની ગુંજ સાથે ઉજવાયો હતો