મારી નાખવાના ઇરાદે પીસ્ટલ બંદુકથી બે રાઉન્ડ ફાયરીંગ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ રજી. કરી ગણતરીનાં કલાકોમાં આરોપીઓને પકડી પાડતી અમરેલી LCB તથા લીલીયા પોલીસ ટીમ.
શરીર સબંધી ગુન્હા આચરતા ઇસમોને તાત્કાલીક પકડી ધોરણસર કાર્યવાહી કરવા સુચનાઓ અન્વયે અમરેલી
જિલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ.ગુ.ર.ન ૧૧૧૯૩૦૩૫૨૩૦૦૩૬/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૩૦૭,૫૦૪,૫૦૬(૨),૧૨૦બી,૩૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા આર્મ એકટ કલમ ૨૫(૧-બી) ,૨૭,૨૯ મુજબના કામે
ફરીયાદી કિશનભાઇ સુરેશભાઇ દવે રહે.લીલીયા મોટા વાળા એ જાહેર કરેલ હોય કે પોતે છેલ્લા ત્રણેક મહીનાથી દારૂના કેસમાં અમરેલી જેલમાં હોય અને બે દિવસ પહેલા જેલમાંથી છુટીને ઘરે આવેલ હોવાથી આરોપી નં
.(૧) રણજીતભાઇ જેતુભાઇ ધાધલ રહે. લીલીયા વાળાને ખબર અંતર પુછવા ફોન કરતા આરોપી રણજીત જેતુભાઇ ધાધલે પોતાની ખોટી વાતો જેલમાં કરતો હોવાનુ જણાવી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરી.ને અપશબ્દોમાં ગાળો દેતા ફરી.એ ગાળો દેવાની ના પાડતા આરોપીને સારૂ નહીં લાગતા આરોપી રણજીતભાઈ ધાધલ,સમીર અલારખભાઇ સમા રહે.લીલીયા વાળા એ તથા એક અજાણ્યા ઇસમે મળી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા બે મોટર સાયકલો ઉપર ફરી ના ઘર પાસે શેરીમાં આવી ફરી.ને મારી નાખવાના ઇરાદે આરોપી નં.
(૧)નાએ તેની પાસે રહેલ પીસ્ટલ બંદુક માંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી ફરી.ને જમણા પગના ગોઠણ ઉપર સાથળના ભાગે ઇજા કરી તેમજ તેની સાથેના આરોપી નં.
(૨)નાએ છરી વડે ફરી.ને મારવાની કોશીષ કરી ત્રણેય આરોપીઓ તેના મોટર સાયકલો લઇ નાસી જઇ અધિક જીલ્લા મેજી. અમરેલીનાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદ આપતા તા.૧૮/૦૨/૨૦૨૩ ના કલાક ૦૫/૩૦ વાગ્યે ઉપરોક્ત નંબરથી રજી કરવામા આવેલ.
જેથી ઉપરોક્ત બાબતે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગ, અમરેલીનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં દાખલ થયેલ ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય,
જેથી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ અમરેલી એલ.સી.બી ટીમ તથા લીલીયા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.ડી.ગોહીલ તથા લીલીયા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપી ઓને ગણતરીની કલાકોમાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) રણજીતભાઈ જેતુભાઇ ધાધલ ઉ.વ-૩૮, ધંધો. ખેતી, રહે.લીલીયા, મોટા ગાયત્રી મંદીર પાસે, તા.લીલીયા, જી.અમરેલી,
(૨) સમીર ઉર્ફે ચકુર અલારખભાઇ સમા ઉ.વ. ૨૩, ધંધો. મજુરી, રહે.લીલીયા, મોટા સંધી વાડ, તા.લીલીયા મોટા, જી.અમરેલી,
રીકવર કરેલ મુદ્દામાલની વિગત:-
(૧) એક પીસ્ટલ બંદુક(
૨) જીવતા કાર્ટીસ નંગ -૧
(૩) હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા
(૪) સુઝુકી સ્વીસ મો.સા
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી