સોજીત્રા પાલિકા પ્રમુખની જીલ્લા સહકારી સંઘના ચેરમેન પદ્દે વરણી થતાં સમર્થકોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી
સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલને આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે નિયુક્ત થવા બદલ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલ તેઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા હતા તેઓની સાથે શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી વનીશભાઈ પટેલ, શ્રી શીતલભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.