આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..

પાલનપુરમાં મૃતક આર્યન મોદીને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવારે સાંજે ગુરુનાનક ચોકમાં સર્વ સમાજના લોકો એકત્ર થયા હતા. જેમને આર્યન મોદીના હત્યાઓને ફાંસી આપવાની માંગણી કરી મીણબત્તી સાથે સ્વર્ગસ્થ આર્યન મોદીને શ્રદ્ધાંજલિ અર્પી હતી..

પાલનપુરમાં ગુરુ નાનક ચોકમાં સર્વ સમાજ દ્વારા આર્યન મોદીને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી જ્યારે પાલનપુરમાં મૃતક આર્યન મોદી શ્રદ્ધાંજલિ આપવા મોદી સમાજ સાથે સર્વ સમાજના લોકો આક્રોશ સાથે એક જ સૂરમાં સૂર વ્યક્ત કર્યો હતો આર્યનના હત્યારા ઓને ફાંસી આપો. દરમિયાન પોલીસ રવિવારે સુધી આરોપીઓના નામ જાહેર કર્યા ન હતા. ગુરુવારે પાલનપુરમાં આવેલ આદર્શ કોલેજ બહારથી આર્યનનું અપહરણ કરી બેહેમીથી માર મારી તેમજ ઝેર પીવડાવી ક્રૃતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી ઘટનાને ત્રણ દિવસ થયા હોવા છતાં પોલીસે હજુ સુધી હત્યારાઓનાં નામ જાહેર કર્યા નથી તેથી મોદી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને પાલનપુરમાં પણ બીજા સમાજમાં પણ તર્ક વિતર્કની સ્થિતિ સર્જાય છે લોકોમાં ચર્ચાઓ થવા પામી છે હજુ સુધી શા માટે પોલીસ આર્યન મોદીના હથિયારાઓને નામ જાહેર કરતી નથી. શું કોઈ રાજકીય કે સામાજિક પ્રેસર છે? તેવા સવાલ પ્રજામાં ઊભા થઈ રહ્યા છે.

મૃતક આર્યનને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવારે સાંજે ગુરુનાનક ચોકમાં સભા યોજવામાં આવી હતી જેમાં આર્યનના માતા પિતા કુટુંબ સાથે મોદી સમાજ અને સર્વ સમાજના અગ્રણી લોકો ઉપસ્થિત રહીને આર્યન મોદીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કર્યું હતું અને એક જ માંગ કરી હતી કે આર્યન મોદીના કૃરતા પૂર્વક હત્યા કરનારા તમામને ફાંસીની સજા થાય.

સાથે સાથે સર્વ સમાજ નો જયગોશ કરવામાં આવ્યો હતો અને શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન સાથે મીણબત્તી સળગાવી મૃતકને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.