ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપદા મિત્ર તાલીમ ગોધરા મુકામે આવેલ SRPF ગ્રુપ 5 ટ્રેનિંગ ચેન્ટર માં રાખવામાં આવી હતી જેમાં જૂનાગઢ જિલ્લા માંથી GRD અને SRD વિભાગ માંથી ટોટલ 35 ઉમેદવારો ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં માળીયા હાટીના તાલુકા તેમજ માંગરોળ તાલુકા અને માણાવદર તાલુકા તેમજ ભેસાણ તાલુકા ના ઉમેદવારો હતા ત્યારે આ તમામ જવાનો ને ગોધરા મુકામે SRPF ગ્રુપ 5 ના SP તેજલ પટેલ સાહેબ ના માર્ગદર્શન નીચે SRPF ગ્રુપ ટ્રેનિંગ ચેન્ટર ના ADI લલિત વસોયા સર તેમજ ADI હેમતસિંહ ચૌહાણ સર ,ADI નીલમ ડામોર સર અને ADI સંજય પરમાર સર તથા પ્રકાશ પરમાર સર દ્વારા 15 દિવસ ની ટ્રેનિંગ આપવામાં આવી હતી જ્યારે આ ટ્રેનિંગ માં પુર આપદા તેમજ ભુકમ્પ જેવી આપદાઓ તેમજ મેડિકલ ,આગ જેવી ઘટનાઓ માં લોકો ને કઈ રીતે મદદરૂપ થઇ અને સેવા આપી શકાય તે માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં તમામ ઉમેદવારો દ્વારા સફળ ટ્રેનિંગ કરવામાં આવી હતી ત્યારે આ ટ્રેનિંગ માં જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના SRD જવાન પરેશકુમાર વાઢીયા પ્રથમ રેન્ક મેળવ્યો હતો જ્યારે બીજા રેન્ક પર માંગરોળ તાલુકા ના SRD જવાન રામ નારણભાઇ રામ તથા માણાવદર તાલુકા ના GRD જવાન પરમાર અક્ષય ભાઈ રહિયા હતા જ્યારે ત્રીજા રેન્ક પર માળીયા તાલુકા ના SRD જવાન ચન્દ્રેશ માકડીયા તથા માણાવદર તાલુકા ના GRD જવાન પરમાર નસીબ રહિયા હતા આ સાથે બાકી ના ઉમેદવારો એ પાસિંગ માર્ક મેળવ્યા હતા જ્યારે હવે આ તમામ ઉમેદવારો આપદા ના સમય માં લોકો ને મદદરૂપ રહેવા તત્પર રહેશે