હાલોલ શહેરના બસ સ્ટેન્ડની બહાર રવિવારના રોજ સાંજના સુમારે એસ.ટી બસની અડફેટે આવી જઈ એસ.ટી બસની ટક્કરથી જમીન પર પછડાયેલા વાવડી ગામના યુવાનના માથામાં એસ.ટી. બસના તોતિંગ ટાયરો ફરી વળતા શ્રમજીવી યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા અકસ્માતના બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે જેમાં બનાવ અંગે બસના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોધાઇ છે

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલ વાવડી ગામે રહેતા અને કલર કામનું છૂટક મજૂરી કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા બે સંતાનોના પિતા એવા પ્રવીણસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ અંદાજે ઉં.વર્ષ.35  રવિવારના રોજ સાંજના સુમારે હાલોલ શહેરના બસ સ્ટેન્ડની બહાર પાવાગઢ રોડ પર અંકુર હોસ્પિટલ સામે રસ્તો ઓળંગી ડિવાઈડર પર ચડીને સામેના રોડની તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન ડિવાઇડર પર ચડીને જઈ રહેલા પ્રવિણસિંહને અંબાજી છોટાઉદેપુર રૂટની એસ.ટી. બસે અડફેટે લઈ ટક્કર મારતા બસની ટક્કરથી પ્રવિણસિંહ જમીન પર પડતા એસ.ટી બસના તોતિંગ ટાયર પ્રવિણસિંહના માથાના ભાગે ફરી મળતા પ્રવીણસિંહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેમાં બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં અકસ્માતની ઘટના બનવા પામતા અને શ્રમજીવી યુવાન પ્રવિણસિંહનું કરુણ મોત થતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટ્યા હતા જ્યારે બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ઘટના સ્થળે મરણ ગયેલા પ્રવીણસિંહના મૃતદેહને મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો જ્યારે બનાવ અંગે અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રવિણસિંહના કાકાએ બસના ચાલક સામે હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.