ભાવનગર જિલ્લા મહુવાની અરબ સમાજની વાડી ખાતે મહુવા અરબ યુવા ગૃપ દ્વારા સમાજનું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં અરબ યુવા ગૃપ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત મહુવા મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા, મહુવા અરબ સમાજના પ્રમુખ હનીફભાઈ બાગોત,સાથે સમાજના અગ્રણી સૈયદ સાલેહબાપુ, અમરુંભાઈ હમદાની,મેહબુબભાઈ મોરખ,દાદભાઈ હદી, સાજીદભાઈ મકવાણા તેમજ બહાર ગામથી પધારેલા સમાજના અગ્રણીઓ એ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં અંદાજીત 100 થી વધારે વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં સમાજના પ્રમુખ હનીફભાઈ બાગોત દ્વારા સમાજના લોકોને જણાવ્યું કે યુવા ગૃપ દ્વારા આવનારા સમયમાં દરેક ઘર સુધી મેડીકલ કીટ અપાશે અને સમાજમાં આર્થિક વૃદ્ધિ માટે અરબ યુવા ગૃપ દ્વારા વગર વ્યાજે લોન પણ આપવામાં આવશે..જેથી સમાજમાં નાના મોટા વ્યવસાય કરી આત્મનિર્ભર બને તેવા સરસ આશય વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરબ યુવા ગૃપ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું..