ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર કુંપટના પાટિયા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનુંં મોત થયું હોવાની ઘટના સામે આવી છે.જેમાં લગ્ન પ્રસંગમાં જઈ પરત આવી રહેલા બાઈક સવાર યુવકને ટ્રેલર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કુંપટ ગામે રહેતા દિલીપસિંહ ભટેરીયાનો પુત્ર મહેન્દ્રસિંહ બાઈક લઈને ડીસા તાલુકાના માલગઢ ગોગાઢાણી ખાતે લગ્ન માં ગયો હતો અને મોડી રાત્રે તેના કુટુંબિક ભાઈઓ સાથે બાઈક પર પરત આવી રહ્યા હતા ત્યારે ડીસા ભીલડી હાઇવે પર કુંપટ ગામના પાટીયા પાસે એક ટ્રેલર ચાલકે બાઈકને પાછળ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મહેન્દ્રસિંહ ટેલર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે નીપજ્યું હતું. જ્યારે ટ્રેલર ને સાઈડ કરવાનું કહેતા ટ્રેલર ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતની જાણ થતા ડીસા તાલુકા પોલીસ અને મહેન્દ્રસિંહ ના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વહાલસોયા દીકરાના મોત થતા પરિવારજનોના કરુણ કલ્પાંતથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. આશાસ્પદ યુવકના મોતથી સમગ્ર ગામ સહિત દરબાર સમાજમાં ભારે આઘાતની લાગણી વ્યાપી જવા પામી છે. ડીસા તાલુકા પોલીસે આ અંગે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી ફરાર ટ્રેલર ચાલકની તપાસ હાથ ધરી છે.