ગુજરાતના સૌથી ઊંચા સ્થળ એટલે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર પર દુધિયા તળાવના કિનારે આવેલ પૌરાણિક દૂધેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવના ચરણોમાં શીશ નમાવી મહાદેવના આર્શીવાદ મેળવી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે આજે વહેલી સવારથી ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે આવેલા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવાની સાથો સાથ ઐતિહાસિક અતિ પ્રાચીન એવા ગુજરાતના સૌથી ઊંચાએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના સાનિધ્યમાં આવેલા ઐતિહાસિક દુધિયા તળાવ પાસેના મહાદેવજીના મંદિર દૂધેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીની શિવરાત્રીને અનુલક્ષીને પૂજા અર્ચના કરી હતી જ્યારે પાવાગઢ ખાતે રહેતા સ્થાનિક બાવા બજારના યુવાનો દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરને શણગારી ભગવાન શિવજીના શિવલિંગ પર દુધ,જળ, બીલીપત્રનો અભિષેક કરવામા આવ્યો હતો અને શિવજી ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જેમાં આજરોજ મહાશિવરાત્રીને અનુલક્ષીને દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તજનોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી અને સૌ કોઈએ ભારે ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ભક્તિ ભર્યા વાતાવરણમાં રંગેચંગે શિવરાત્રીની ઉજવણી કરી હતી.