ગુજરાતના સૌથી ઊંચા સ્થળ એટલે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર પર દુધિયા તળાવના કિનારે આવેલ પૌરાણિક દૂધેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવના ચરણોમાં શીશ નમાવી મહાદેવના આર્શીવાદ મેળવી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે આજે વહેલી સવારથી ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે આવેલા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવાની સાથો સાથ ઐતિહાસિક અતિ પ્રાચીન એવા ગુજરાતના સૌથી ઊંચાએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના સાનિધ્યમાં આવેલા ઐતિહાસિક દુધિયા તળાવ પાસેના મહાદેવજીના મંદિર દૂધેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીની શિવરાત્રીને અનુલક્ષીને પૂજા અર્ચના કરી હતી જ્યારે પાવાગઢ ખાતે રહેતા સ્થાનિક બાવા બજારના યુવાનો દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરને શણગારી ભગવાન શિવજીના શિવલિંગ પર દુધ,જળ, બીલીપત્રનો અભિષેક કરવામા આવ્યો હતો અને શિવજી ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જેમાં આજરોજ મહાશિવરાત્રીને અનુલક્ષીને દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તજનોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી અને સૌ કોઈએ ભારે ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ભક્તિ ભર્યા વાતાવરણમાં રંગેચંગે શિવરાત્રીની ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : સબજેલમાં ભાવુકતા સાથે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ
ગોધરા : સબજેલમાં ભાવુકતા સાથે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ...
રક્ષાબંધનના ભાઈ-બહેન વચ્ચેના અતૂટ...
73 માં વન મહોત્સવ ની ઉજવણી સીંગવડ માં તાલુકા કક્ષા એ કરવામાં આવિ
73 માં વન મહોત્સવ ની ઉજવણી સીંગવડ માં તાલુકા કક્ષા એ કરવામાં આવિ
NIA Attack: BJP चुनाव से पहले केंद्रीय एजेंसियों का कर रही है उपयोग- Mamata Banerjee | Aaj Tak
NIA Attack: BJP चुनाव से पहले केंद्रीय एजेंसियों का कर रही है उपयोग- Mamata Banerjee | Aaj Tak
LAKHANI | લાખણી તાલુકાના જસરા રોડ ઉપર દારૂ ભરેલું જીપ-ડાલું જડપાયું
LAKHANI | લાખણી તાલુકાના જસરા રોડ ઉપર દારૂ ભરેલું જીપ-ડાલું જડપાયું
એન્જિનમાં આગ લાગવાના ભયને ધ્યાનમાં રાખીને યુએસએ ચિનૂક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાના ઉડાન પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકી સેનાએ તેના ચિનૂક હેલિકોપ્ટરનો કાફલો સસ્પેન્ડ કરી દીધો છે. ચિનૂક હેલિકોપ્ટર 1960ના દાયકાથી...