જન પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબો સાથે કામનું કાયમી નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને હાલક કરતા જિલ્લા કલેકટરશ્રી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
જીલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પોળો હોલ કલેકટર કચેરી ખાતે મળી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા અને જિલ્લાના અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહીને ધારાસભ્યશ્રીની રજુઆત અંગેના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
ધારાસભ્યશ્રીએ ખાણ ખનિજ, ગૌચર જમીન, સહકારી મંડળીઓ, ડી.એલ.આર. નરેગા, ટ્રાફિક નિયમની નેશનલ હાઇ વે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો અમલીકરણ અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને તાકિદ કરતા જણાવ્યું હતુ કે જન પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબો સત્વરે તેમને લેખિતમાં મળી જાય તે જોવું જોઇએ અને જે પ્રશ્નો રજુ કર્યા છે. તે કામો સમસ્યાનુ કાયમી નિરાકરણ થાય અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા આયોજન અમલવારી કરવા જણાવ્યું હતુ. તેમજ સી.એમ.ડેસ બોર્ડ (૧૦૦) સો-દિવસના લક્ષ્યાંક તથા સુજલામ-સુફલામ જળસંચય અંગે બેઠકમાં વિવિધ ચર્ચા કરાઇ હતી. સરકારી બાકી લેણાની વસુલાત કચેરીનું નિરીક્ષન તથા નિવૃતિ પર ગયેલા કર્માચારીશ્રીઓના પેન્શન વહેંચણી તકે મળે તે બાબત પર ભાર મુક્યો હતો. જિલ્લામાં ૪૦૯ કામો સુજલામ-સુફલામ તથા જિલ્લા પંચાયતની સિંચાઇ વિભાગના કામો જળસંચય અભિયાનમાં હાથ ધરાય અને ખેડૂતોના ખેતરમાં માટીનો ઉપયોગ થાય અને ગામની માટી ગામમાં રહે તે જોવા ઉપર ભાર મુક્યો હતો. જન ભાગીદારીથી કામો હાથ ધરાય અને જે કામ લોકભાગીદારીથી ન થાય તે કામો મનરેગામાં સુનિશ્ચિત કરી તળાવો ઉંડા થાય ચેકડેમ રિપેરીંગ અને નહેરોની સફાઇ થાય તે જોવા અનુરોધ કર્યો હતો અને કામગીરીનું મોનીટરીંગ થાય અને ક્રોસ વેરીફિકેશન કરવાની બાબત ઉપર ભાર મુક્યો હતો. જેમાં પ્રાંત અધિકારીશ્રીઓ સામેલ થાય અને યોગ્ય કામ થયું હોય તો જ સર્ટિફિકેટ સાથે અને મહત્તમ લોકોને રોજગારી મળે તેવું આયોજન કરવા આ સુજલામ-સુફલામ બેઠકમાં નિર્ણય કરાયો હતો. આ બાબતે માટી કામના ભાવ રુપિયા પર નક્કી કરાયો છે.
જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી અને પ્રાંત અધિકારીશ્રી તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાંઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કાયદો વ્યવસ્થાનની બેઠક મળી હતી.