ધારી-૯૪ વિધાનસભા ચુંટણી માં એકબાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા પોતાની જીત નો પોકળ દાવો કરી રહેલ છે ત્યારે આપ ના ધારી તાલુકા સંગઠન માં ભાગ્યેજ કોઈ જવાબદાર આગેવાનો કે કાર્યકરો છે. કાંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર જાહેર કરીને પોતાના પગ ઉપર કુહાડો મારેલ હોય તે રીતે આમ આદમી પાર્ટી હારની એકદમ નજીક સરકી રહેલ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા માત્ર પાટીદાર સમાજના મતોને અંકે કરીને જીતવાનો દાવો કરી રહેલ છે. હકીકતમાં એસ.ટી, ઓ.બી.સી, મુસ્લિમો, સુવર્ણ સમાજમાં કાંતીભાઈ ને મતદારોનુ સમર્થન મળી શકે એમ નથી તેવુ લોકમુખે સંભળાય રહેલ છે.