સણોસરામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત લોહીની આરોગ્ય તપાસ કરાઈ સરકાર દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત સણોસરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શાળાની કિશોરીઓના લોહીની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં તબીબ કર્મચારીઓએ કિશોરીઓના લોહી અને આરોગ્ય સંદર્ભે તપાસ કરી હતી. સણોસરાના સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ ડાભી તેમજ આગેવાનો સાથે રહ્યાં હતાં.