બોટાદની આરસી: બ્યુરો..!
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તાજેતરમાં બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળની જનરલ મિટિંગ જીનીયસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ ગઈ,જેમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સંચાલકો ઉપસ્થિત રહીને શાળા સંચાલનમાં પડતી વહીવટી અને શૈક્ષણિક મુશ્કેલીઓની ચર્ચા વિચારણા કરી હતી.ગુજરાત રાજ્ય ફેડરેશનના સંયોજક શ્રી મનહરભાઈ રાઠોડના મુખ્ય મહેમાનપદે અને અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,અમરેલી શહેર પ્રમુખ રાજુભાઈ ધાનાણી તેમજ ભાવનગર જિલ્લા ખજાનચી શ્રી તરુણભાઈ વ્યાસે સંચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ રાઠોડ સાહેબે શાળા સંચાલનમાં સરકારશ્રીના અમુક નિયમના પાલનમાં પડતી મુશ્કેલીઓનો વ્યવહારુ ઉકેલ સૂચવીને વિદ્યાર્થીઓના હિતની વાતો કરી હતી,જ્યારે અતિથિ વિશેષશ્રી હસમુખ ભાઈએ પોતાના હળવા અંદાજમાં વાલીઓ અને અધિકારીગણ પાસે કઈ રીતે કામ પાર પાડી શકાય,તેનો સચોટ ઉપાય તળપદી ભાષામાં સમજાવ્યો હતો.મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ મિયાણીએ ઉપસ્થિત મહેમાનો અને સંચાલકોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું,જ્યારે મંડળના અધ્યક્ષ શ્રી ડી.એન. રાછડિયાસાહેબે કેટલીક સાંપ્રત સમસ્યાઓ અંગે સમજૂતી આપી હતી.સંચાલક મંડળની પૂર્વ કારોબારીએ આઠ વર્ષ સુધી કોઇપણ જાતની ફી લીધા વગર કરેલ અગણિત કાર્યોની પ્રશંસા કરીને મંડળના મહામંત્રી શ્રી વિક્રમસિંહ ઝાલા સાહેબે તેઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.જીનીયસ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દક્ષેશ ભાઈના યજમાનપદે યોજાયેલ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં જયપાલસિંહ ઝાલા, દિગંતભાઈ જોષી,વિજયભાઈપટેલનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો..કાર્યક્રમની સફળતામાં સહયોગી બનેલ વિશેષ મહેમાન શ્રીઓ,સંચાલકો તેમ જ યજમાન સંસ્થાની સમગ્ર ટીમ નો આભાર માનીને દિગંતભાઈ જોશીએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.