વિદ્વાન દ્ધારાશાસ્ત્રી પી પી ચંદ્રેશ મહેતા ની તર્કબદ્ધ દલીલો નીવડી કારગત
એક લાખનો દંડ પણ ફટકાર્યો
ગૌવંશ માટે ગુજરાત સરકાર તરફથી અમરેલી જિલ્લા માટે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંકપામેલા બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાની ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખી અમરેલીના મહે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી આર.ટી. વચ્છાણી સાહેબે આરોપીઓને આકરી સજા ફટકારેલ છે.
તમામ જીવદયા પ્રેમીઓએ આહુકમને આવકાર્યો છે.અને આ હુકમથી જીવદયા પ્રેમીઓમાં હર્ષની લાગણીઓ વ્યાપી ગઈ છે.
કેસ ની હકીકત
તા. ૨૦–૧૨–૨૦૨૦ ના રોજ અમરેલી શહેરમાં પોતાના આર્થિક ફાયદા માટે ઇરાદા પુર્વક ગૌવંશ વાછરડાનું કત્લ કરનાર,
આ કામના આરોપીઓ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા તથા ફરીદ ભવાનભાઇ રઇશ તેમના હવાલાવાળી મહિન્દ્રા માર્શલ ગાડીમાં લઇ જતા હોય,
જે બાબતની બાતમી મળતા અમરેલી સીટીના પોલીસ અધિકારીઓએ આ આરોપીઓની ઘરે રેઇડ પાડતા બંને આરોપીઓના ઘરેથી ગૌમાસ મળી આવતા બંને આરોપીઓ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
અને આ કામના બંનેઆરોપીઓ વિરૂધ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ (સુધારા અધિનિયમ-૨૦૧૭) ની કલમ ૫(૧- ૬). ૬(એ)(૧)(૩)(૪), ૬(બી), ૮, ૧૦ તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(એ)(એલ) તથા આઇ.પી.સી. કલમ-૨૬૮, ૨૯૫, ૪૨૯, ૧૨૦(બી) તથા જી.પી. એકટ ની કલમ - ૧૧૯ મુજબની ચાર્જશીટ કરવામાં આવેલી,
આ બનાવમાં હિન્દુઓની લાગણી દુભાય તેમ હોય સરકાર તરફે પી.પી. તરીકે અમરેલીના બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાએ
ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલા, જે તમામ પુરાવાઓને ધ્યાને રાખી નામદાર અમરેલીના મ્હે.પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી આર.ટી. વચ્છાણી સાહેબે આ બન્ને નરાધમ આરોપીઓ
નં. ૧ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવાને ભારતીય દંડ સંહિતાની કલમ – ૨૯૫ મુજબ બે વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦૦૦– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૪૨૯ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ, ૩૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૯૯ મુજબ એક માસની કેદની સજા -.
અને રૂા.૧૦૦– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ (સુધારા અધિનિયમ-૨૦૧૭) ની કલમ ૫(૧-૬), ૬(એ)(૧)(૩)(૪), ૬(બી), ૮, ૧૦ મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧,૦૦,૦૦૦–નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(એ)(એલ) સાથે વાંચતા આઇ.પી.સી. કલમ ૧૨૦(બી) મુજબ ત્રણ માસ ની સાદી કેદની સજા અને રૂા. ૧૦૦- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની આકરી સજા ફટકારેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.