અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા "મિલેટ ફૂડ ફેસ્ટિવલ" તારીખ - 13 અને 14 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ દ્વારા પુસ્તક પરબ યોજના અંતર્ગત બોક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ શહેર નાગરિક જનો, વિદ્યાર્થીઓ તેમજ વિદેશથી આવેલ NRI લોકોનો બાહોળો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં લોકોએ મુલાકત લીધી હતી અને સાહિત્યના પુસ્તકો ખરીદવાનો આનંદ લીધો હતો એક અખબારી યાદીમાં પરિષદના અધ્યક્ષ ડૉ.નિરંજનભાઈ પટેલ તથા પ્રાંતમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ નાઈ અને મહામંત્રી રાકેશભાઈ રાવતે જણાવ્યું હતું.