જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર ફરિયાદ નોંધાવશે મોટરના રજિસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ કરાશે પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગરે જણાવ્યું હતું કે, અમને ગત ગુરૂવારે પાલિકાના ગોડાઉનમાંથી પાણીની ત્રણ ઈલેક્ટ્રીક મોટર ગુમ થયાની જાણ થઈ છે. તે ગોડાઉનમાં કોઈ ચોકીદાર નથી. જેની અમે જસદણ પોલીસને પણ જાણ કરી છે. પરંતુ આ મોટર વર્ષ 1998ની હોવાથી તેના રજીસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ દાખલ કરાશે.
જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર ફરિયાદ નોંધાવશે
