સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન સંચાલિત અને સ્થાપિત બોટાદની જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળીનાં સભાસદ નું અકસ્માતે મોત થયુ હતુ

વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ અને કલ્યાણના આદર્શને મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન સંચાલિત અને સ્થાપિત બોટાદની જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ગઢડા તાલુકાના પ્રહલાદ ગઢ ગામે અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદને રૂ૨૫૦૦૦/-ની મરણોત્તર સહાય આપવામાં આવી હતી.!

ગઢડા તાલુકાના પ્રહલાદ ગઢ ગામે રહેતા હિંમતભાઈ કાળુભાઈ વણોંદિયા (દેવીપુજક) કાળુભાર નદીના તટવિસ્તારમાં પોતાના બકરા ચરાવતા આકસ્મિક રીતે ખોડીયાર માતાજીના મંદિરની પાસેના ધરામાં ગબડી પડતા તાબડતોબ ગઢડા રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા.! જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.સભાસદના આકસ્મિક મૃત્યુ સબબ પેટાનિયમ-૨ મુજબ મૃતક હિંમતભાઈ કાળુભાઈ વણોંદિયાના ધર્મ પત્ની લાખુબેન હિંમતભાઈ વણોદિયાએ આકસ્મિક મરણોત્તર સહાય મેળવવાની અરજી રજૂ કરતા જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ₹25,000 ની રાશિ ત્વરિત મંજૂર કરી લાખુબેન ને આપવામાં આવી હતી.આ પ્રસંગે પ્રહલાદ ગઢના ઉપસરપંચ શ્રી સોનલબેન ગ્રામ પંચાયતના સભ્યો તથા વરિષ્ઠ અગ્રણીઓ તેમજ મંડળીના ચેરમેન વિજયભાઈ સાથળિયા (બોટાદ)તથા મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશભાઈ જસાણીયા (બાબરા)સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.!