કડી તાલુકા તેમજ શહેરની અંદર છેલ્લા કેટલાક મહિનાઓથી સગીર વયના યુવક-યુવતીઓ ગુમ થયાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે કડી તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરા ઘરે પાછી ન આવતા પરિવારે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

કડી તાલુકાના એક ગામની અંદર પતિ-પત્ની તેમજ ચાર સંતાનો સાથે પરિવાર રહે છે. જેમાં 16 વર્ષની સગીરાના પિતા ખેતરની અંદર ઘેટાં બકરા ચરાવીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 16 વર્ષની સગીરા ગામની અંદર કેટલાક ઘરોનું કામ બંધાયેલું હોવાથી બપોરના ત્રણ વાગ્યા આસપાસ પોતાની માતાને કહ્યું હતું કે, હું ગામમાં ઘરનું કામ કરવા માટે જાઉં છું. તેના પિતા સવારથી ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા માટે ગયા હતા.

જે દરમિયાન તેના સાંજના સમયે ઘરે પાછા આવતા પિતાએ દીકરીની માતાને પૂછ્યું કે, દીકરી ક્યાં ગઈ છે. તે સમયે તેની માતાએ કહ્યું કે, બપોરની ઘરનું કામ કરવાનું કહીને નીકળી છે, પણ હજુ પાછી આવી નથી. જે દરમિયાન 16 વર્ષની સગીરાના માતા-પિતા ગામની અંદર શોધખોળ કરતા સગીરા મળી ન આવતા તેઓએ ગામની અંદર તલાસી કરી, તેમજ સગા સંબંધીઓની ત્યાં પૂછતાંજ કરતા તેમની દીકરી ન મળી આવતા દીકરીના પિતા સહિત પરિવારે કડી પોલીસ સ્ટેશન ખાતે પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.