કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપ મહર્ષિ સ્કૂલ સામે શુભ પ્રસંગે કોપી રાઈટ ભંગ કરી ડી.જે પર ગીત વગાડતા ઇલાવના નાઈટ કિંગ ડી.જે માલિક વિરૂદ્ધ કંપની દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે કુલ 1.82 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.કામરેજના પાસોદરા ખાતે આવેલી ઓમ ટાઉન શીપમાં રહેતા પ્રકાશભાઈ પરસોતમભાઈ જોગાણી ધ્વનિ સુપર મ્યુઝીક પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતાં હોય તેમની કંપનીના કોપી રાઈટ ભંગ કરનાર સામે તેઓએ દેખરેખ રાખવાની હોય છે.જે અંતર્ગત કામરેજના ખોલવડ ગામે આવેલી ક્રિષ્ના ટાઉન શીપ દેવર્ષિ સ્કૂલ સામે તેમની કંપનીના કોપી રાઈટ ભંગ કરી ડી.જે પર ગીત વગાડવામાં આવી રહ્યા હોવાની તેમને જાણકારી મળી હતી.આથી તેમણે કામરેજ પોલીસ મથકે જાણ કરતા કામરેજ પોલીસ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરતા હાંસોટ તાલુકાના ઇલાવ ગામના સુથાર ફળિયામાં રહેતા દિવ્યેશ મણીલાલ પટેલના નાઈટ કિંગ ડી.જે પર રાઘવ ડિજીટલ પ્રાઇવેટ લિમીટેડ કંપનીના ઉમેશ બારોટનું બેબીને બોર્ન વીટા પીવડાવો ગીત વગાડી કોપી રાઈટ ભંગ કરવામાં આવતા કામરેજ પોલીસે સ્થળ પરથી નાઈટ કિંગ ડી.જે ના સ્પીકર,એમ્પ્લી ફાયર,જનરેટર સહિત અન્ય સામાન મળી કુલ ₹.1.82 લાખની કિંમતનો મુદ્દામલ કબ્જે કરી કોપી રાઈટ ભંગ 1957 ની કલમ 51,52 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.