કાલોલ તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકનો 181 અભયમ હેલ્પલાઈન પર કૉલ આવેલ અને જણાવેલ કે એક અજાણ્યા મહિલા મળી આવ્યા છે રાત્રીના સમયે સુમ સાન વિસ્તારમાં બેઠા છે.અને સરખી રીતે વાતચિત કરતા નથી મદદની જરૂર છે જે બાદ હાલોલ ૧૮૧ અભયમ ટીમે કોલ આવ્યાનાં થોડી જ ક્ષણોમાં 181 અભયમ ટીમનાં કાઉન્સેલર,મહિલા કોન્સ્ટેબલ અને 181 ની ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ. પછી મહિલા સાથે વાતચીત કરી મહિલા રાત્રી સમયે એકલી બેઠી હતી આવતા જતા લોકો પૂછપરછ કરવાનાં કારણે ગભરાઈ ગયેલા અને ઘાસ ચારા માં વાડોમાં સંતાવા લાગ્યા હોય મહિલા ની માનસિક સ્થિતિ સારી ન હોય તેવું જણાવતું હતું તેથી સરખી વાતચીત કરતા ન હતા તેથી મહિલાને આશ્વાસન આપેલ અને મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જાણ્યું કે મહિલા દાહોદના વતની છે અને તેનું નામ મનાબેન ખુમાનભાઈ પલાસા અને દીકરાનું નામ શૈલેશભાઈ જણાવેલ. દાહોદ થી માંગતા માંગતા ટ્રક મા બેસી કાલોલ આવી પહોંચ્યા હતા. મહિલાનું વધુ કાઉન્સિલિંગ કર્યું તેની બોલી દાહોદની હતી અને તેમનું સરનામું દાહોદ જિલ્લાના ધાનપુર જણાવતા હતા પરંતુ સરખી રીતે યાદ ન હતું. મહિલાનો એક દીકરો અને વહુ પણ છે પછી તેની પાસે બે બેગો હતી તેને ચેક કરતા મોબાઇલ નંબર મળેલ તે તેના દીકરાનો હતો તેની સાથે વાતચિત કરી મહિલા ઘરેથી છુપાઈ છુપાઈને નિકળી જાય છે અને ભીખ માંગીને બહાર જ રહે છે .મહિલાના દીકરા સાથે વાતચીત કરી તે રાત્રીના સમયે લેવા આવી શકાય તેમ નથી તેથી મહિલાને સમજાવી સંસ્થા વિશે માહિતી આપી અને આમ ઘરેથી એકલા નીકળી ના જવાય તેમ સમજાવી પછી મહિલાનું કાઉન્સિલિંગ થાય અને તે સુરક્ષિત રહી શકે તે માટે ગોધરા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गृह मंत्रालय की एडवाइजरी, हनुमान जयंती पर कानून-व्यवस्था बनाए रखें सभी राज्य
नई दिल्ली, रामनवमी के मौके पर देश में कई हिस्सों में हिंसा भड़की...
સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, હવે આ વસ્તુ પર પણ મળશે સબસિડી
ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક...
ખેડા સરસવણી ખાતે સૈયદ ગ્યાસુદ્દીનન વલી ના ઉર્ષ ની ઉજવણી
સર સવણી ખાતે હજરત સૈયદ ગયાસઉદ્દીન વલી કાદરી રેહેમતુલા અલય હે ના ઉર્ષ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં...
10 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ રદ્દ રહેશે
અમદાવાદ મંડળના મહેસાણા-વિસનગર સેક્શનની ડીએફસીસી લાઇનને જગુદણ-મહેસાણા-વરેઠા સેક્શન પરના જગુદણ...