દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ તથા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દાહોદ દ્વારા એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ ) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે નો વિષય હતો ” યુગાંતર ” . આ કાર્યક્રમમાં કાર્યવાહક પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠ, માનદમંત્રી શ્રીમતી અંજલીબેન પરીખ, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલીનભાઈ ભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી પ્રમુખ શ્રી સુરેશભાઈ શેઠ સાહેબના સંદેશા નું પણ વાંચન કરવામાં આવ્યું હતું.(રાજ કાપડિયા - 9879106469/સમાચાર આપવા માટે સંપર્ક કરો) નલીનભાઈ ભટ્ટ સાહેબે યુગાંતર વિષય પર ખુબ સરસ માહિતી આપી હતી. પૂર્વ તથા પ્રાથમિક વિભાગના બાળકોએ ” યુગાંતર ” વિષય પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી.