સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના પાસોદરામાં લાગેલા એરટેલ કંપનીના ટાવર માંથી મોંઘીદાટ કિંમતનો એબીઆઇ કાર્ડ ચોરી વેચવા જતા આરોપીને LCBએ નવી પારડી રાજ હોટેલ પાસેથી ઝડપી પાડયો હતો.LCB પી.આઇ બી.ડી શાહની આગેવાનીમાં પોલીસ સ્ટાફ ગુના શોધક કામગીરી કરી રહી હતી.દરમ્યાન સ્ટાફના મુકેશ જયદેવભાઈ અને કાર્તિકગીરી ચેતનગીરીને મળેલી સયુંકત બાતમી મુજબ LCB પોલીસ કામરેજના નવી પારડી ખાતે ઘસી જઇ ત્યાં આવેલી રાજ હોટેલ પાસેથી મોબાઇલ ટાવરના એબીઆઇ કાર્ડ વેચવાની ફિરાકમાં ફરતા એકને ઝડપી લીધો હતો.LCB એ પકડેલા ઈસમની પૂછતાછ કરતાં ગત 31 જાન્યુઆરીના રોજ વતન કેશોદથી મિત્રની સાસરી પાસોદરા ખાતે આવી તકનો લાભ લઈ ત્યાં આવેલા એરટેલ કંપનીના ટાવર માંથી એબીઆઈ કાર્ડની ચોરી કરી હતી.બાદમાં મિત્ર સાથે ફરી વતન કેશોદ જઇ કાર્ડ સસ્તા ભાવે વેચવા નીકળતા ત્યાં તેનો કાર્ડ વેચવાનો મનસૂબો પાર પડ્યો ના હતો.જેથી ફરી પરત સુરત આવી કામરેજના નવી પારડી નજીક આવેલી રાજ હોટલ પાસે કાર્ડ વેચવાની પેરવીમાં હતો.LCB પોલીસે એરટેલ કંપનીના એબીઆઇ કાર્ડ ચોરીના આરોપી અને જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતા લલિત ભીમજીભાઈ વાઢીયા પાસેથી એબીઆઇ કાર્ડ કિંમત ₹.10 હજાર રોકડા ₹.300 તેમજ ઓપ્પો મોબાઇલ કિંમત ₹.5 હજાર મળી કુલ ₹.15.300 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.