સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ખાતે આવેલી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજીના અધ્યક્ષ સ્થાને ધો.10 અને 12 ની વિદ્યાર્થિનીઓ માટે આવનાર બોર્ડની પરીક્ષાને અનુલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં તેમણે આવનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થિનીઓ સમક્ષ પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે આત્મ વિશ્વાસ,એકાગ્રતા અને શાંત ચિત્તે ધ્યાન મગ્ન બની પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા માટે સૂચનો અને જરૂરી માહિતી પૂરી પાડી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા એક પડાવ,પગથિયું હોય તેમાં નાશીપાસ થયા વિના હિંમતભેર અને મક્કમ અને સ્થિર મનોબળ રાખી પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી સારું પરિણામ મેળવી શકાય છે.નારી શક્તિ ,સ્ત્રી સશક્તિ કરણ (WOMEN EMPOWERMENT) ના ઉત્તમ ઉદાહરણ માના એક એવા શાળાના પ્રબુદ્ધ અને હોનહાર આચાર્યા ગીતાબેન બડઘાએ બોર્ડમાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થિનીઓ સમક્ષ જણાવ્યું હતું કે વર્તમાન સમયના આધુનિક જમાનામાં ટી.વી અને મોબાઇલ સમક્ષ રહેતી વિદ્યાર્થિનીઓને વાલીઓ દ્વારા સજાગ રહી તેમને અભ્યાસ બાબતે જાગૃત કરી વિદ્યાર્થિનીઓ ઇલેક્ટ્રિક ઉપકરણો પાછળ વેડફાટ કરતા તેમના વિદ્યાર્થી કાળ માટે કિમતી સમયનો ઉપયોગ અભ્યાસ પાછળ કરે એ માટેના વાલીઓને દિશા સૂચન કર્યા હતા.અને તેમણ જણાવ્યું હતું કે આવું માર્ગદર્શન વાલી માટે શાળાની પ્રાથમિક અને નૈતિક ફરજ બને છે.જેના સંદર્ભમાં વિદ્યાર્થીનીઓના હિત માટેના શુભાશય હેઠળ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.અંતમાં સંસ્થાના સ્થાપક દેવચંદભાઈ સાવજ,સંચાલક અરવિંદભાઈ ભાલાળા,આચાર્યા ગીતાબેન બડઘા દ્વારા DEO દિપક દરજી,નિરીક્ષક સંગીતા બેન મિસ્ત્રીને શાલ સહિત સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं