આજ રોજ ભાણવડ પોલીસ સ્ટેશન દ્વારા દેવભુમી દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ
પાંડેય સાહેબના અધ્યક્ષ સ્થાને તથા નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હાર્દીક પજાપતી સાહેબ તથા ભાણવડ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.ડી વાદા સાહેબ તથા પો.સબ.ઇન્સ એ.બી. જાડેજા સાહેબ તથા
ભાણવડ પોલીસ સ્ટાફ તથા ઉધોગ ખાતાના અધીકારી તથા જુદી જુદી ૦૭ બેન્કોના પ્રતીનીધીઓ હાજર રહેલ જેમાં સગર સમાજ ખાતે લોન મેળાનુ આયોજન કરવામા આવેલ જેમા વેપારીઓ મજુર વર્ગ પાથરણા વેપાર કરતા માણસો રીક્ષા ચાલક શાકભાજી વેપારી જુદા જુદા ગામડામાંથી આવેલ માણસો એમ કુલ ૩૬૫ માણસો હાજર રહેલ જેમા બેંકના પ્રતીનીધીઓ પાસે માહીતિ મેળવી તથા કુલ ૮૭ માણસો એ લોન મેળવવા રજીસ્ટ્રેશન કરેલ જેઓની કાર્યવાહી સ્થળ પર જ બેંક દ્વારા કરવામા આવેલ છે અને જરૂરી કાર્યવાહી પુર્ણ થયા બાદ ટુક સમયમા તેમને લોન મળી જશે જેમા આજ રોજ શ્રી એસ.પી.સાહેબના હસ્તે ૦૪ વ્યકિત ને લોન પાસ થયેલ જે બાબતે ચેક આપવામાં આવેલ છે આ લોન મેળો આજ રોજ કલાક ૧૬/૦૦ થી ૧૮/૦૦ સુધી યોજાયેલ હતો