ડીસા શહેરના હાઇવે ઉપર આવેલ ગાયત્રી મંદિર સામે કેસર બા ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા રવિવારે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાડકાના દર્દીઓની તપાસ એક્સરે રિપોર્ટ તમામ નિદાન ફ્રી માં કરવામાં આવ્યું હતું.

 કેસરબા હોસ્પિટલના ડોક્ટર વિજયભાઈ ખત્રી દ્વારા 130 થી વધુ દર્દીઓની તપાસ કરી તેમનું નિદાન ફ્રીમાં કરવામાં આવ્યું હતું અંગે કેસરબા હોસ્પિટલ ના ડોક્ટર વિજયભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે હાડકાના દર્દીઓનો જુદા જુદા રિપોર્ટનો ખર્ચો ₹2500 થી વધુ થાય છે તે તમામ દર્દીઓનું નિદાન રવિવારે ફ્રીમાં કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ અવારનવાર આવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું