છાપી ધારેવાડા પાટિયા પાસે એક રીક્ષા પલ્ટી મારતા એકજ પરિવારના ચારથી વધુ લોકો ઘાયલ થયાં હોવાની ઘટના સામે આવી છે જેમાં રીક્ષા પલ્ટી ખાતા સ્થાનિકો દ્વારા પોલીસ તેમજ ૧૦૮ ન જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતની ઘટનાઓમાં એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે છાપી નજીક આવેલા ધારેવાડા નજીક એક રીક્ષા ચાલાક પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. તે દરમિયાન રીક્ષા અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે રીક્ષામાં સવાર એક જ પરિવારના ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ તેમજ છાપી અને સિધ્ધપુર ૧૦૮ના ઇ.એમ.ટી. લલિત પરમાર અને પાઇલોટ સાદિકભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો સિધ્ધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે...