દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ અને સમાજ સેવામાં અગ્રેસર શિક્ષક રાજેશભાઈ પટેલની શાળાની મુલાકાત લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

નોકરી સાથે સમાજ સેવા કરતા કર્મયોગી શિક્ષક રાજેશભાઈ પટેલને તેમની સેવાકીય પ્રવૃતિઓ બદલ શુભેચ્છા પાઠવી.

ઘોઘંબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા શિક્ષણ અને સમાજ સેવા ના ક્ષેત્રમાં અવનવી પ્રવૃત્તિઓ તથા નવતર પ્રયોગો કરી અને સમાજ ઉત્થાન તેમજ રાષ્ટ્ર ઉત્થાન ની સેવાકીય પ્રવૃતિઓ ની સાથે શિક્ષણનો વિકાસ વધે તે માટે ના પ્રયત્નો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જેના માટે તેઓ ને વિવિધ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે તેઓના સેવાકાર્યો થી અભિભુત થઈ ને પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે આજે દુધાપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી તેઓ ની સાથે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ધર્મેન્દ્રભાઈ ભમાત,ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપીકાબેન રાઠોડ, બીઆરસી કો. પ્રવિણસિંહ સોલંકી સહિતની ટીમ પણ હાજર રહી હતી અને દુધાપુરા પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી. બાળકોની સ્વચ્છતા , શિક્ષણ માં ગુણવત્તા, વર્ગખંડો ની જાળવણી અને મધ્યાન ભોજન ની કામગીરી ની પણ સમીક્ષા કરી હતી તથા શિક્ષકો સાથે પરામર્સ કરી યોગ્ય સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું વર્ષો સુધી પોતાની કર્મભૂમિને વતન બનાવી રહેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ ને સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.