દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય 'પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' ઊજવવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણના ગંભીર મુદ્દાઓ અને ભૂમિથી લઈને સમુદ્રી જીવન તથા પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે, તે અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીઓનો નાશ થતાં દાયકાઓ વીતી જાય છે અને ભૂમિ પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકને લેન્ડફિલમાં ફેંકવામાં આવતાં સમુદ્રી જીવ પર જોખમ ઊભુ થાય છે. પ્લાસ્ટિકના આ તમામ દુષ્પ્રભાવને રોકવા માટે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ઊજવવામાં આવે છે.

     આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક આપણી દૈનિક જરૂરિયતમાં સામેલ થઈ ચુકેલી વસ્તુ છે. સવારે આંખ ખુલે ને દૂધની થેલી લાવીએ, બ્રશ કરીએ અને રાત્રે પથારીમાં સુવા સુધીની દિનચર્યામાં આપણે એક યા બીજી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક આપણને મદદરૂપ હોઈ શકે છે, પરંતુ પ્લાસ્ટિકના કારણે ભૂમિ પર પ્રદૂષણ ફેલાય છે. પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક છે. જો આપણે પ્લાસ્ટિકને ના કહીશું તો પર્યાવરણ આપણને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ , ના છુટેક જ તેનો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પરંતુ પર્યાવરણના ભોગે તેનો ઉપયોગ કરવો આપણા માટે જ નુકસાનકારક છે. આથી તેના ઉપયોગ પર કન્ટ્રોલ જરૂરી છે.

          પ્લાસ્ટિક એ આજની સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે. આજે પ્લાસ્ટિક બેગ તાકીદની જરૂરિયાત બની ગઈ છે. તેના અનુકૂળ સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદી પ્રવૃત્તિઓથી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકની ભૂમિકા હોય છે. પરંતુ પ્લાસ્ટીકએ નાશ ન થઈ શકે તેવું પ્રદૂષણ છે અને તે જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરે છે એટલે કે સમસ્ત પર્યાવરણને નુકસાન કરે છે. ગમે ત્યાં ફેકી દીધેલી પ્લાસ્ટીકની થેલીઓ અન્ય ખોરાકની સાથે ખાઈ જવાથી અનેક પશુઓ પણ મોતને ભેટે છે. અને આ મૃત પશુઓનાં અવશેષો નાશ પામ્યા બાદ પણ પ્લાસ્ટીક જેમનું તેમ રહે છે.

   પ્લાસ્ટીકનો નાશ થતાં દાયકાઓ લાગે છે. તેને બાળવાથી પણ તે પર્યાવરણમાં ડાયોકસીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે. પર્યાવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જાગૃત નાગરિક તરીકે પર્યાવરણ અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિ પર્યાવરણને બચાવે તે હાલનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયની માંગ છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીને કાપડની બનેલી થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો આપણે 3 જી જુલાઇએ પ્લાસ્ટિક બેગ ફ્રિ ડે ઊજવીએ અને પર્યાવરણ અને અબોલ પશુઓને બચાવીએ.

           3 જુલાઈ એ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે આપણા જિલ્લા અને રાજ્યને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પ સાથે રોજિંદા જીવનમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ ધટાડીએ. અને એક જાગૃત નાગરિક બનીએ સીંગલ યુઝ પ્લાસ્ટીક નો વપરાશ અટકાવી પર્યાવરણ બચાવવામાં સહકાર આપીએ.

૧ જુલાઈ ૨૦૨૨ થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે, પ્લાસ્ટિક સ્ટિકસ, પ્લાસ્ટિકના ઝંડાઓ, આઇસ્ક્રીમ અને કેન્ડી સ્ટિક, પ્લાસ્ટિક ની પ્લેટ , ગ્લાસ, અને પ્લાસ્ટિકના સ્ટરર, પ્લાસ્ટિકની ચમચી તથા કાંટા ચમચી, અને પ્લાસ્ટિકના ચાકુ પ્લાસ્ટિકની સ્ટ્રો અને પ્લાસ્ટિકની ટ્રે, નિમંત્રણ કાર્ડ તથા સિગારેટના પેકેટ ની આજુબાજુ પેક કરવા માટે ની ફિલ્મો, ૧૦૦ માઈક્રોન કરતાં ઓછી જાડાઈના પીવીસી બેનર, ડેકોરેશન માં વપરાતું થર્મોકોલની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકેલ છે.