ધાનેરા નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

  લાખણી તાલુકાના ઘાણા ગામના સુથાર તાજા ભાઈ અદાજી સુથાર તથા ધાનેરા તાલુકાના ભાટીબના રાજપુત મોબીતાજી વાઘાજી તમાકુ ખરીદવા અવરજવર કરતા હોય મિત્રતા બંધાયેલ જે દરમિયાન તમાકુ ખરીદવા બે લાખ ત્રણ માસ માટે ઉછીના તાજાભાઈ એ લીધેલ જે સમયસર ન ચૂકવતો ધાનેરા કોર્ટમાં કેસ ચાલી જતો કોર્ટના ન્યાયાધીશએ બે વર્ષની સાદી કેદની સજા અને બે લાખનો બદલે ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો છે અને જો ૩૦ દિવસમાં ચાર લાખ ન ચૂકવે તો વધુ 6 માસ માટે સજાનો હુકમ કર્યો હતો