સાયલાના મોટા કેરાળા અને મઢાદની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી હાથ લાગી હતી. જેમાં 4 હીટાચી મશીન, 4 ડમ્પર સહિત ઝડપાયા હતા.અંદાજીત 1.5 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. મોડી સાંજ સુધી ખનીજ વિભાગ ખનીજ ચોરી, શખસોના નામ સાથેની કાર્યવાહી કરી રહી છે.સાયલા તાલુકાના જશાપર, કેરાળા સહિત સુદામડાની સીમમાં ગેરકાયદે પથ્થરનું ખોદકામ વધી રહ્યું છે. ત્યારે મોટા કેરાળા અને મઢાદની સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે 2 માસ પહેલા રેડ કરવામાં આવી અને 5 મશીનો જપ્ત કરાયા હતા. જેનો દંડ ભરવામાં આવ્યો હતો. પરંતુ ખનીજ વિભાગની રહેમરાહે ફરી ભૂમાફિયા સક્રીય બની રોકટોક વગર ગેરકાયદે ખનીજ ચોરી શરૂ કરી હતી.આ બાબતે લીંબડી ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીએ મોટા કેરાળા પાસે ગેરકાયદે ખનીજનું ખોદકામ થતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. આ બાબતે ખનીજ વિભાગ અને સાયલા મામલતદારને જાણ કરતા દોડી આવી ખનીજ અધિકારીએ ગેરકાયદે 4 મશીન દ્વારા ખોદકામ થતું હોવાનું બહાર આવતા તમામ હીટાચી મશીન અને 4 ડમ્પરને ઝડપી લીધા હતા અને અંદાજીત રૂ.1.5 કરોડના મુદામાલ સાથેના તમામ ડમ્પર, મશીન સુરેન્દ્રનગર બહુમાળી ભવન લઇ જવામાં આવ્યા અને સીઝની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ બાબતે ખનીજ વિભાગ દ્વારા મોડી સાંજ સુધી સરવે નંબરમાં ખોદકામ થયેલી જમીનમાં પ્રાથમિક ગેરકાયદે બ્લેક ટ્રેપનું ખોદકામની માપણી, ખોદકામ કરનાર શખસો અને વધુ સાધનોની તપાસ શરૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીસ કમિશનર શ્રી નો જાહેરનામુ
*હુકમશાહી:-*
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહ રાજ્ય...
मानसिक और शारीरिक थकान को दूर करने के लिए अपनाएं ये आदतें, बदल जाएंगी आपकी जिंदगी
इन दिनों लोग लगातार बढ़ते वर्क प्रेशर और बदलती लाइफस्टाइल की वजह से कई समस्याओं का शिकार होते जा...
Haryana Assembly Elections: हरियाणा में विरोधियों पर जमकर बरसे Akash Anand, कह दी बड़ी बात | Aaj Tak
Haryana Assembly Elections: हरियाणा में विरोधियों पर जमकर बरसे Akash Anand, कह दी बड़ी बात | Aaj Tak
ધારી-૯૪ :-કોંગ્રેસના વળતા પાણી, આમ આદમી પાર્ટી સમગ્ર વિધાનસભામાં. છવાઇ
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ની આરપાર ની...