બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા નાના ઉણ ગામમાં તસ્કરો તરખાટ મચાવીને એક જ રાતમાં પાંચ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે..

જેમાં ત્રણ રહેણાંક મકાનો છે જ્યારે બે દુકાનોનો સમાવેશ થાય છે..

તસ્કરોએ ઉણ ગામના લાલાભાઈ નાઈ બહાર ગામ ગયા હોવાથી તેમના બંધ મકાનને નિશાન બનાવીને મકાનમાં પ્રવેશ કરીને તિજોરી તોડીને તેમાથી સોનાની લક્કી અને ત્રીસ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા છે..

જ્યારે અન્ય એક બંધ મકાનમાં પણ ચોરી કરી છે. જ્યારે જયેન્દ્રસિંહ વાઘેલાના બંધ મકાન માથિ તસ્કરોએ સોનાની બે વીંટી અને ૬૦ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા છે..

આ ઉપરાંત તસ્કરોએ બે દુકાનોને પણ નિશાન બનાવીને ચોરી કરી છે..

આમ એક જ રાતમાં ઉણ ગામમાં પાંચ સ્થળો પર ચોરીની ઘટના બનતા લોકોમાં તસ્કરોને લઈ ભય ફેલાઈ ગયો છે..

આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.